ચીફ જયુડિશયલ મેજિસ્ટ્રેટ એન વધારાના ચીફ જયુડિશિલય મેજિસ્ટ્રેટ વગેરે - કલમ : 10

ચીફ જયુડિશયલ મેજિસ્ટ્રેટ એન વધારાના ચીફ જયુડિશિલય મેજિસ્ટ્રેટ વગેરે

(૧) દરેક જિલ્લામાં પ્રથમ વગૅના કોઇ જયુડિશિયલ મેજિસ્ટ્રેટને ઉચ્ચન્યાયલય ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ તરીકે નીમી શકશે.

(૨) ઉચ્ચન્યાયાલય પહેલા વગૅના કોઇ જયુડિશિલય મેજિસ્ટ્રેટને વધારાના ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ તરીકે નીમી શકશે અને એવા મેજિસ્ટ્રેટને ઉચ્ચન્યાયાલય ફરમાવે તેવી આ સંહિતા હેઠળની કે તે સમયે અમલમાં હોય તેવા બીજા કોઇ કાયદા હેઠળની ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટની તમામ કે કોઇ સતા રહેશે.

(૩) ઉચ્ચન્યાયાલય કોઇ પેટા વિભાગના પ્રથમ વગૅના જયુડિશિયલ મેજિસ્ટ્રેટને પેટા વિભાગીય જયુડિશિયલ મેજિસ્ટ્રેટ તરીકે નિયુકત કરી શકશે અને જરૂર પડે ત્યારે આ કલમમાં નિર્દિષ્ટ કરેલી જવાબદારમાંથી તેમને મુકત કરી શકશે.

(૪) ચીફી જયુડિશીયલ મેજિસ્ટ્રેટના સમાન્ય નિયંત્રણને અધીન રહીને દરેક પેટા વિભાગીય જયુડિશિયલ મેજિસ્ટ્રેટ ઉચ્ચન્યાયાલય સામાન્ય કે ખાસ હુકમથી આ અથૅ નિર્દિષ્ટ કરે તેવી પેટા વિભાગના (વધારાના ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ સિવાયના) જયુડિશિયલ મેજિસ્ટ્રેટોના કામની દેખરેખ અને નિયંત્રણની પણ સતા ધરાવશે અને વાપરશે.