
સ્પેશિયલ જયુડિશિયલ મેજિસ્ટ્રેટો
(૧) ઉચ્ચન્યાયાલય કેન્દ્ર કે રાજય સરકાર તેમ કરવાની વિનંતી કરે તો સરકારની સતા નીચે ત્યારે કે અગાઉ હોદૃો ધરાવનાર કોઇ વ્યકિતને કોઇ સ્થાનિક વિસ્તારમાં ચોકકસ કેસો અંગે અથવા ચોકકસ વગોના કેસો અંગે પ્રથમ વગૅ કે બીજા વગૅના જયુડિશિયલ મેજિસ્ટ્રેટને આ સંહિતાથી કે તે હેઠળ અપાયેલી કે આપી શકાય તેવી તમામ કે કોઈ સતા આપી શકશે. પરંતુ ઉચ્ચન્યાયાલય નિયમોથી નિર્દિષ્ટ કરે તેવી કાનુની બાબતોને લગતી લાયકાત કે અનુભવ ન ધરાવનાર કોઇ વ્યકિતને એવી સતા આપી શકશે નહી.
(૨) એવા મેજિસ્ટ્રેટો સ્પેશિયલ જયુડિશિયલ મેજિસ્ટ્રેટો કહેવાશે અને ઉચ્ચન્યાયાલય સામાન્ય કે ખાસ હુકમથી ફરમાવે તેવી એકી વખતે વધુમાં વધુ એક વષૅની મુદત માટે તેમને નીમવાના રહેશે.
Copyright©2023 - HelpLaw