
જયુડિશિયલ મેજિસ્ટ્રેટોની સ્થાનિક હકૂમત
(૧) કલમ-૯ કે કલમ-૧૧ હેઠળ નિમાયેલા મેજિસ્ટ્રેટો આ સંહિતા અનુસાર પોતાને આપવામાં આવે તે તમામ કે કોઇ સતા જયાં વાપરી શકે તે વિસ્તારની સ્થાનિક હદ ઉચ્ચન્યાયાલયના નિયંત્રણને અધીન રહીને ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ વખતો વખત મુકરર કરી શકશે.
(૨) એ પ્રમાણે અન્યથા મુકરર થયેલ હોય તે સિવાય તે દરેક મેજિસ્ટ્રેટની હકૂમત અને સતા સમગ્ર જિલ્લા પૂરતી રહેશે.
(૩) કલમ-૯ અથવા કલમ-૧૧ હેઠળ નિમાયેલ મેજિસ્ટ્રેટની સ્થાનિક હકૂમત સામાન્ય રીતે જયાં ન્યાયાલય ભરવામાં આવે તે જિલ્લા બહારના વિસ્તાર પૂરતી હોય ત્યારે આ સંહિતામાંના સેશન્સ ન્યાયાલય અથવા ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટના કોઇપણ ઉલ્લેખનો અથૅ એવા મેજિસ્ટ્રેટના સબંધમાં તેની સ્થાનિક હકૂમત અંદરના સમગ્ર વિસ્તારમાં સંદભૅ ઉપરથી અન્યથા ફરમાવ્યું હોય તે સિવાય સદરહુ જિલ્લાના સબંધમાં હકૂમત વાપરતા યથાપ્રસંગ સેશન્સ ન્યાયાલય અથવા ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટના ઉલ્લેખ તરીકે કરવામાં આવશે.
Copyright©2023 - HelpLaw