
એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટો
(૧) દરેક જિલ્લામાં રાજય સરકાર પોતાને યોગ્ય લાગે તેટલી વ્યકિતઓને એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટ તરીકે નીમી શકશે અને તેમાંની એકને તે જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે નીમશે.
(૨) રાજય સરકાર કોઇ એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટને વધારાના જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે નીમી શકશે અને તે મેજિસ્ટ્રેટને આ સંહિતા હેઠળની કે તે સમયે અમલમાં હોય તેવા બીજા કોઇ કાયદા હેઠળની જિલ્લા મેજિસ્ટ્રેટની રાજય સરકાર આદેશ તેવી સતા રહેશે.
(૩) જિલ્લા મેજિસ્ટ્રેટનો હોદ્દો ખાલી પડે તેને પરિણામે જિલ્લાનો વહીવટ કોઇ અધિકરી કામચલાઉ રીતે સંભાળે ત્યારે તે અધિકારી રાજય સરકારના હુકમ થતાં સુધી આ સંહિતાથી જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપાયેલ અને તેના પર નાખેલ તમામ સતા વાપરશે અને ફરજો બજાવશે.
(૪) રાજય સરકાર કોઇ એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટને કોઇ પેટા વિભાગનો ચાજૅ સોંપી શકશે અને જરૂર પડે ત્યારે તે ચાજૅ માંથી તેને મુકત કરી શકશે અને જેને પેટા વિભાગનો ચાજૅ સોંપવામાં આવ્યો હોય તે મેજિસ્ટ્રેટ પેટા વિભાગીય મેજિસ્ટ્રેટ કહેવાશે.
(૫) રાજય સરકાર સામાન્ય અથવા ખાસ હુકમથી અને તેને યોગ્ય જણાય તેવા લાદવા પાત્ર નિયંત્રણ અને નિર્દેશોને અધીન રહીને પેટા કલમ (૪) હેઠળની પોતાની સતા ડિસ્ટ્રિકટ મેજિસ્ટ્રેટને સોંપી શકશે.
(૬) જે તે સમયે અમલમાં હોય તેવા કોઇપણ કાયદા હેઠળ પોલીસ કમિશ્નરને એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટની તમામ કે કોઇ સતા સોંપવામાં આ કલમના કોઇ મજકૂરથી રાજય સરકારને બાધ આવશે નહિ.
Copyright©2023 - HelpLaw