
એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટ કોની સતા નીચે રહેશે તે બાબત
(૧) તમામ એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટો જિલ્લ મેજિસ્ટ્રેટની સતા નીચે રહેશે અને પેટા વિભાગમાં સતા વાપરતા (પેટા – વિભાગીય મેજિસ્ટ્રેટ સિવાયના) દરેક એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટ જિલ્લ મેજિસ્ટ્રેટના સામાન્ય નિયંત્રણને અધીન રહીને પેટા વિભાગીય મેજિસ્ટ્રેટની પણ સતા નીચે રહેશે.
(૨) જિલ્લ મેજિસ્ટ્રેટ વખતોવખત પોતાની સતા નીચેના એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટો વચ્ચે કામકાજની વહેંચણી અથવા ફાળવણી સબંધી આ સંહિતા સાથે સુસંગત નિયમો અથવા ખાસત હુકમો કરી શકશે.
Copyright©2023 - HelpLaw