પબ્લિક પ્રોસિકયુટર - કલમ : 18

પબ્લિક પ્રોસિકયુટર

(૧) દરેક ઉચ્ચન્યાયાલય માટે કેન્દ્ર સરકાર કે રાજય સરકાર ઉચ્ચન્યાયાલય સાથે વિચાર વિનિમય કર્યુંદા પછી એવા ન્યાયાલયમાં યથાપ્રસંગ કેન્દ્ર સરકાર કે રાજય સરકાર વતી કોઇ ફોજદારી કામ અપીલ કે બીજી કાયૅવાહી ચલાવવા માટે પબ્લિક પ્રોસિકયુટર નીમશે અને એક કે તેથી વધુ વધારાના પબ્લિક પ્રોસિકયુટરો પણ નીમી શકશે.

પરંતુ આ પેટા કલમના હેતુઓ માટે સંઘરાજય ક્ષેત્ર દિલ્હી માટે કેન્દ્ર સરકાર દિલ્હી હાઇકોટૅ સાથે પરામશૅ કયૅ | પછી પબ્લિક પ્રોસિકયુટર કે એડિશ્નલ પબ્લિક પ્રોસિકયુટરની નિમણુંક કરશે. (૨) કેન્દ્ર સરકાર કોઇપણ કેસ અથવા વગોના કેસ ચલાવવાના હેતુ માટે કોઇપણ જિલ્લા અથવા સથનિક વિસ્તારમાં એક કે તેથી વધુ વધારાના પબ્લિક પ્રોસિકયુટરો પણ નીમી શકશે. (૩) દરેક જિલ્લા માટે રાજય સરકાર પબ્લિક પ્રોસિકયુટર નીમશે અને તે જિલ્લા માટે એક કે તેથી વધુ વધારાના પબ્લિક પ્રોસિકયુટરો પણ નીમી શકશે પરંતુ એક જિલ્લા માટે નીમાયેલા પબ્લિક પ્રોસિકયુટર કે વધારાના પબ્લિક પ્રોસિકયુટરોને બીજા જિલ્લા માટે યથાપ્રસંગ પબ્લિક પ્રોસિકયુટર અથવા વધારાના પબ્લિક પ્રોસિકયુટર તરીકે પણ નીમી શકાશે.

(૪) જિલ્લા મેજિસ્ટ્રેટ સેશન્સ જજ સાથે વિચાર વિનિમય કરીને પોતાના અભિપ્રાય મુજબ જેઓ તે જિલ્લા માટે પબ્લિક પ્રોસિકયુટરો કે વધારાના પબ્લિક પ્રોસિકયુટરો તરીકે નીમાવાને લાયક હોય તે વ્યકિતઓન નામોની યાદી તૈયાર કરશે.

(૫) પેટા કલમ (૪) હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટે તૈયાર કરેલી નામોની યાદીમાં જેનું નામ ન હોય તે કોઇ વ્યકિતને રાજય સરકાર કોઇ જિલ્લા માટે પબ્લિક પ્રોસિકયુટર કે વધારાના પબ્લિક પ્રોસિકયુટર તરીકે નીમી શકશે નહી.

(૬) પેટા કલમ (૫)માં ગમે તે મજકૂર હોય છતા કોઇ રાજયમાં કામ ચલાવનાર અધિકારીઓની નિયમિત કેડર અસ્તિત્વમાં હોય ત્યારે રાજય સરકાર એવી કેડર રચતી વ્યકિતઓમાંથી જ પબ્લિક પ્રોસિકયુટર અથવા વધારાના પબ્લિક પ્રોસિકયુટર નીમશે.

પરંતુ રાજય સરકારના અભિપ્રાય મુજબ એવી નિમણૂંક માટે એવી કેડરમાં યોગ્ય વ્યકિત ઉપલબ્ધ ન હોય ત્યારે તે સરકાર પેટા કલમ (૪) હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટ એવી પેનલ રચતી વ્યકિતઓમાંથી યથાપ્રસંગ પબ્લિક પ્રોસિકયુટર અથવા વધારાના પબ્લિક પ્રોસિકયુટર તરીકે કોઇ વ્યકિતને નીમી શકશે. સ્પષ્ટીકરણ.- (એ) આ પેટા કલમના હેતુઓ માટે

(એ) પ્રોસિકયુટિંગ અધિકારીઓનો નિયમિત વિભાગ એટલે પ્રોસિકયુટિંગ અધિકારીઓનો વિભાગ કે જેમાં કોઇપણ નામે ઓળખાતી પબ્લિક પ્રોસિકયુટરની પોસ્ટનો સમાવેશ થાય છે અને તેમાં કોઇપણ નામે ઓળખાતી અસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિકયુટસૅની બઢતીની પોસ્ટનો પણ સમાવેશ થાય છે.

(બી) પ્રોસિકયુટિંગ ઓફીસર એટલે આ સંહિતા હેઠળ પબ્લિક પ્રોસિકયુટર સ્પેશિયલ પબ્લિક પ્રોસિકયુટર એડિશ્નલ પબ્લિક પ્રોસિકયુટર અથવા આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિકયુટરના કાયૅ । બજાવવા માટે નિયુકત થયેલ કોઇપણ નામે ઓળખાતી હોય તેવી કોઇ વ્યકિત

(૭) જેણે ઓછામાં ઓછા સાત વષૅ સુધી એડવોકેટ તરીકે વકીલાત કરી હોય તે વ્યકિત જ પેટા કલમ (૧) કે પેટા કલમ(૨) કે પેટા કલમ (૩) કે પેટા કલમ (૬) હેઠળ પબ્લિક પ્રોસીકયુટર કે વધારાના પબ્લિક પ્રોસીકયુટર તરીકે નીમવા માટે લાયક ગણાશે.

(૮) કેન્દ્ર સરકાર અથવા રાજય સરકાર કોઇ કેસ કે વગૅના કેસો માટે જેણે ઓછામાં ઓછા દસ વષૅ સુધી વકીલાત કરી હોય તે એડવોકેટને ખાસ પબ્લિક પ્રોસીકયુટર તરીકે નીમી શકશે. પરંતુ ન્યાયાલય આ પેટા કલમ હેઠળ ફરિયાદ પક્ષને મદદ કરવા માટે પોતાની પસંદગીના એડવોકેટ રોકવા માટે ભોગ બનનારને પરવાનગી આપી શકશે.

(૯) પેટા કલમ (૭) અને પેટા કલમ (૮) ના હેતુઓ માટે જે મુદત દરમ્યાન કોઇ વ્યકિત વકીલ તરીકે વકીલાત કરતી હોય અથવા (આ સંહિતાના આરંભ પહેલાં કે પછી) પબ્લિક પ્રોસીકયુટર તરીકે અથવા વધારાના પબ્લિક પ્રોસીકયુટર તરીકે અથવા મદદનીશ પબ્લિક પ્રોસીકયુટર તરીકે અથવા ગમે તે નામે ઓળખાતા બીજા કામ ચલાવનાર અધિકારી તરીકે સેવા બજાવતી હોય તે મુદત જે મુદત દરમ્યાન એવી વ્યકિત વકીલ તરીકે વકીલાત કરતી હોય તે મુદત છે એમ ગણાશે.