મદદનીશ પબ્લિક પ્રોસિકયુટર - કલમ : 19

મદદનીશ પબ્લિક પ્રોસિકયુટર

(૧) રાજય સરકાર દરેક જિલ્લામાં મેજિસ્ટ્રેટના ન્યાયાલયમાં ફોજદારી કામ ચલાવવા માટે એક કે તેથી વધુ મદદનીશ પબ્લિક પ્રોસિકયુટરની નિમણૂંક કરશે.

(૨) કેન્દ્ર સરકાર મેજિસ્ટ્રેટોના ન્યાયાલયોમાં કોઇપણ કેસ અથવા વગૅાના કેસ ચલાવવાના હેતુ માટે એક કે તેથી વધુ મદદનીશ પબ્લિક પ્રોસિકયુટરો નીમી શકશે.

(૩) પેટા કલમો (૧) અને (૨) માં સમાવિષ્ટ જોગવાઇઓને પ્રતિકૂળ અસર કર્યા સિવાય જયારે કોઇ વિશિષ્ટ કેસના હેતુ માટે મદદનીશ પબ્લિક પ્રોસિકયુટર ઉપલબ્ધ હોય ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટ રાજય સરકારને ૧૪ દિવસોની નોટીશ આપ્યા પછી તે કેસનો હવાલો ધરાવતા કોઇપણ વ્યકિતને મદદનીશ પબ્લિક પ્રોસિકયુટર તરીકે નિયુકત કરી શકશે. પરંતુ કોઇપણ પોલીસ અધિકારી મદદનીશ પબ્લિક પ્રોસિકયુટર તરીકે નિમણૂંક થવા માટે લાયક ગણાશે નહિ જો તેણે

(એ) જે ગુના માટે આરોપી વિરૂધ્ધ ઇન્સાફી કાયૅવાહી ચલાવવામાં આવી રહેલ હોય તે ગુનાની તપાસમાં ભાગ લિધેલ હોય અથવા

(બી) જો તે ઇન્સ્પેકટરથી ઉતરતા દરજજાનો અધિકારી હોય.