પ્રોસિકયુશન નિયામકતંત્ર
(૧) રાજય સરકાર
(એ) રાજયમાં રાજય સરકારને યોગ્ય લાગે તેમ પ્રોસિકયુશનના નિયામક અને યોગ્ય જણાય તેટલી સંખ્યામાં પ્રોસિકયુશનના નાયબ નિયામકની બનેલી પ્રોસિકયુશનના નિયમકની કચેરીની સ્થાપના કરશે અને
(બી) દરેક જિલ્લામાં રાજય સરકારને યોગ્ય લાગે તેટલી સંખ્યામાં પ્રોસિકયુશનના નાયબ નિયામક અને મદદનીશ નિયામકની બનેલી પ્રોસિકયુશન નિયામક કચેરીની સ્થાપના કરે શકશે.
(૨) વ્યાકિત (નીચે મુજબ) નિમણૂકને પાત્ર રહેશે
(એ) જો તેઓ પંદર વષૅથી ઓછાં નહિ તેટલા વષૅથી વકીલ તરીકે પ્રેકિટસમાં હોય અથવા સેશન્સ ન્યાયાધીશ હોય અથવા રહ્યા હોય તો પ્રોસિકયુશનના નિયામક અથવા પ્રોસિકયુશનના નાયબ નિયામક તરીકે નિમણૂકને પાત્ર રહેશે.
(બી) જો તેઓ સાત વષૅથી ઓછા નહિ તેટલા વષૅથી વકીલ તરીકે પ્રેકટિસમાં હોય અથવા પ્રથમ વગૅના મેજિસ્ટ્રેટ રહ્યા હોય તો પ્રોસિકયુશનના મદદનીશ નિયામક તરીકે નિમણૂકને પાત્ર રહેશે.
(૩) પ્રોસિકયુશનના નિયામકતંત્રના વડા તરીકે પ્રોસિકયુશન નિયામક રહેશે જેઓ રાજયમાં ગૃહ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળ કાયૅ કરશે.
(૪) પ્રોસિકયુશનના દરેક નાયબ નિયામક અથવા પ્રોસિકયુશનના મદદનીશ નિયામક પ્રોસિકયુશનના નિયામકના તાબા હેઠળ રહેશે અને પ્રોસિકયુશનના દરેક મદદનીશ નિયામક પ્રોસિકયુશનના નાયબ નિયામકના તાબા હેઠળ રહેશે.
(૫) કલમ-૧૮ ની પેટા કલમ(૧) અથવા પેટા કલમ (૮) હેઠળ હાઇકોટૅમાં કેસ ચલાવવા માટે રાજય સરકાર દ્રારા નિયુકત કરાયેલા દરેક સરકારી વકીલ અધિક સરકારી વકીલ અને વિશેષ સરકારી વકીલ પ્રોસિકયુશન નિયામકના તાબા હેઠળ રહેશે.
(૬) જિલ્લા અદાલતોમાં કેસ ચલાવવા માટે કલમ-૧૮ ની પેટા કલમ (૩) અથવા પેટા કલમ (૮) હેઠળ રાજય સરકાર દ્રારા નિયુકત દરેક સરકારી વકીલ અધિક સરકારી વકીલ અને વિશેષ સરકારી વકીલ અને કલમ ૧૯ ની પેટા કલમ (૧) હેઠળ નિયુકત દરેક મદદનીશ સરકારી વકીલ પ્રોસિકયુશનના નાયબ નિયામક અથવા પ્રોસિકયુશનના મદદનીશ નિયામકના તાબા હેઠળ રહેશે.
(૭) પ્રોસિકયુશનના નિયામકની સતાઓ અને કાર્યોૌ જે કેસોમાં ગુનાઓ દસ વષૅ કે તેથી વધુની અથવા આજીવન કેદની અથવા મૃત્યુદંડની સજાને પાત્ર હોય તેવા કેસોના દેખરેખ નિયંત્રણ રાખવાના કે કાયૅવાહીને ઝડપી કરવાના અને અપીલ દાખલ કરવા અંગે અભિપ્રાય આપવાના રહેશે.
(૮) પ્રોસિકયુશનના નાયબ નિયામકના સતાઓ અને કાર્યોૌ પોલીસ અહેવાલની તપાસ અને તેની ચકાસણી કરવાના અને જે કેસોમાં ગુનાઓ સાત વષૅ કે તેથી વધુ પરંતુ દસ વષૅથી ઓછી સજા થઇ શકે તેવા કેસોનો ઝડપી નિકાલ થાય તે માટે તેના ઉપર દેખરેખ નિયંત્રણ રાખવાના રહેશે.
(૯) પ્રોસિકયુશનના મદદનીશ નિયામકના સતાઓ અને કાર્યો જે કેસોમાં ગુનાઓ સાત વષૅ કે તેથી ઓછી સજાને પાત્ર હોય તેવા કેસોના દેખરેખ નિયંત્રણ રાખવાના રહેશે.
(૧૦) પેટા કલમ (૭) (૮) અને (૯) માં સમાવિષ્ટ કંઇપણ હોય તો પણ પ્રોસિકયુશનના નિયામક નાયબ નિયામક અથવા મદદનીશ નિયામકને આ સંહિતા હેઠળની તમામ કાયૅવાહી અંગે કામગીરી કરવાની સતા રહેશે અને તેઓ તેના (સંહિતા હેઠળની તમામ કાયૅવાહી) માટે જવાબદાર રહેશે.
(૧૧) પ્રોસિકયુશન નિયામક પ્રોસિકયુશનના નાયબ નિયામક અને પ્રોસિકયુશનના મદદનીશ નિયામકની જે અન્ય સતાઓ અને કાયો માટે અને પ્રોસિકયુશનના નાયબ નિયામક અથવા પ્રોસિકયુશનના મદદનીશ નિયામકની જે ક્ષેત્રો માટે નિમણૂક કરવામાં આવી છે તે (અનય સતાઓ અને કાર્યોૌ અને ક્ષેત્રો) રાજય સરકાર જાહેરનામા દ્રારા નિદિષ્ટ કરે તે મુજબ રહેશે.
(૧૨) આ કલમની જોગવાઇઓ રાજયના એડવોકેટ જનરલને સરકારી વકીલ તરીકેના કાર્યોૌ કરતી વખતે લાગુ પડશે નહી.
Copyright©2023 - HelpLaw