
ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરી શકનાર ન્યાયાલયો
આ સંહિતાની બીજી જોગવાઇઓને અધીન રહીને
(એ) ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ હેઠળના ગુનાની ઇન્સાફી કાયૅવાહી નીચેનું ન્યાયાલય કરે શકશે.
(૧) ઉચ્ચન્યાયાલય અથવા
(૨) સેશન્સ ન્યાયાલય અથવા
(૩) પહેલી અનુસૂચિમાં દર્શાવ્યા પ્રમાણે આવા ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરી શકે એવું અન્ય ન્યાયાલય પરંતુ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૬૪, કલમ-૬૫, કલમ-૬૬, કલમ-૬૭, કલમ-૬૮, કલમ-૬૯, કલમ-૭૦ અથવા કલમ-૭૧ હેઠળના કોઇપણ ગુનાની ઇન્સાફી કાયૅવાહી વ્યવહારૂ હોય ત્યાં સુધી જયાં મહિલા જજ ચેયરપસૅન હોય તેવા ન્યાયાલયમાં ચલાવવામાં આવશે.
(બી) બીજા કોઇ કાયદા હેઠળ કોઇ ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરવા માટે તે કાયદામાં કોઇ ન્યાયાલયનો ઉલ્લેખ કર્યો હોય ત્યારે તે ન્યાયાલયે તે કરવી જોઇશે અને જયારે એવા ન્યાયાલયનો ઉલ્લેખ ન હોય ત્યારે નીચેનું ન્યાયાલય ઇન્સાફી કાયૅવાહી કરી શકશે.
(૧) ઉચ્ચન્યાયાલય અથવા
(૨) પહેલી અનુસૂચિમાં દશૅાવ્યા પ્રમાણે આવા ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરી શકે એવું અન્ય ન્યાયાલય
Copyright©2023 - HelpLaw