ઉચ્ચન્યાયાલયો અને સેશન્સ જજ ફરમાવી શકે તે સજા - કલમ : 22

ઉચ્ચન્યાયાલયો અને સેશન્સ જજ ફરમાવી શકે તે સજા

(૧) ઉચ્ચન્યાયાલય કાયદા અનુસારની કોઇપણ સજા ફરમાવી શકશે.

(૨) સેશન્સ જજ અથવા વધારાના સેશન્સ જજ કાયદા અનુસારની કોઇપણ સજા ફરમાવી શકશે પરંતુ એવા કોઇ જજે ફરમાવેલી મોતની સજા ઉચ્ચન્યાયાલયની બહાલીને અધીન રહેશે.