મેજિસ્ટ્રેટો ફરમાવી શકે તે સજા - કલમ : 23

મેજિસ્ટ્રેટો ફરમાવી શકે તે સજા

(૧) ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટનું ન્યાયાલય મોતની કે આજીવન કેદની કે સાત વષૅ કરતા વધુ મુદતની કેદ સિવાયની કાયદા અનુસારની કોઇપણ સજા ફરમાવી શકશે.

(૨) પહેલા વગૅના મેજિસ્ટ્રેટનું ન્યાયાલય વધુમાં વધુ ત્રણ વષૅ સુધીની કેદની સજા અથવા વધુમાં વધુ પચાસ હજાર રૂપિયા સુધીના દંડની સજા અથવા બંને અથવા સામાજિક સેવાની સજા ફરમાવી શકશે.

(૩) બીજા વગૅના મેજિસ્ટ્રેટનું ન્યાયાલય વધુમાં વધુ એક વષૅ સુધીની કેદની સજા અથવા વધુમાં વધુ દસ હજાર રૂપિયા સુધીના દંડની સજા અથવા બંને અથવા સામાજિક સેવાની સજા ફરમાવી શકશે.

સ્પષ્ટીકરણ.- સામાજિક સેવા એટલે ન્યાયાલય દ્રારા દોષિત વ્યકિતને સજાના સ્વરૂપે સમાજને લાભ થાય તેવું કોઇ કામા કરવાનો હુકમ કરવામાં આવે જેના માટે તે કોઇ મહેનતાણા માટે હકકદાર રહેશે નહિ.