
એક જ ઇન્સાફી કાયૅવાહીમાં જુદા જુદા ગુના સાબિત થાય ત્યારે સાજા
(૧) એક જ ઇન્સાફી કાયૅવાહીમાં કોઇ વ્યકિત બે અથવા તેથી વધુ ગુના માટે દોષિત ઠરે તો તે ન્યાયાલય ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૯ ની જોગવાઇઓને અધીન રહીને તેને તે ગુનાઓ માટે ઠરાવેલી અને પોતાને જે કરવાની કાયદેસરની સતા હોય તેવી જુદી જુદી શિક્ષાઓની સજા કરી શકશે અને ન્યાયાલય ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ક્રમાનુસાર અથવા સાથોસાથ ચાલતી એવી શિક્ષાઓનો હુકમ કરશે.
(૨) સજા એક પછી એક ભોગવવાની હોય ત્યારે એક જ ગુનો સાબિત થયે જ શિક્ષા કાયદેસર રીતે કરી શકાય તેના કરતા જુદા જુદા ગુનાઓની એકંદર શિક્ષા વધુ હોવાને કારણે જ ગુનેગારને ઉપલા ન્યાયાલય સમક્ષ ઇન્સાફી કાયૅવાહી માટે મોકલવાનું ન્યાયાલયને જરૂરી થશે નહી.
પરંતુ
(એ) એ વ્યકિતને વીસ વષૅથી વધુ મુદત સુધીની કેદની સજા કયારેય ફરમાવી શકાશે નહી.
(બી) કુલ શિક્ષા એક જ ગુના માટે જેટલી શિક્ષા કરવાની ન્યાયાલયને સતા હોય તેનાથી બમણીથી વધુ થઇ શકશે નહી
(૩) દોષિત ઠરેલ વ્યકિતની અપીલના હેતુ માટે તેને આ કલમ હેઠળ કરેલી એક પછી એક ભોગવવાની કુલ સજા એક જ સજા ગણાશે
Copyright©2023 - HelpLaw