અનુગામી હોદ્દેદારોથી વાપરી શકાય તેવી જજ અને મેજિસ્ટ્રેટોની સતા - કલમ : 29

અનુગામી હોદ્દેદારોથી વાપરી શકાય તેવી જજ અને મેજિસ્ટ્રેટોની સતા

(૧) આ સંહિતાની બીજી જોગવાઇઓને અધીન રહીને કોઇ જજ કે મેજિસ્ટ્રેટની સતા અને ફરજો તેના અનુગામી હોદેદારો વાપરી શકશે કે બજાવી શકશે.

(૨) કોઇ વધારાના કે મદદનીશ સેશન્સ જજના અનુગામી હોદ્દેદાર કોણ છે એ વિષે શંકા હોય ત્યારે સેશન્સ જજ આ સંહિતાના અથવા તે હેઠળની કોઇ કાયૅવાહી કે હુકમના હેતુઓ માટે એવા અનુગામી હોદ્દેદાર તરીકે કયા જજને ગણવા તે લિખિત હુકમ કરીને નકકી કરશે.

(૩) કોઇ મેજિસ્ટ્રેટના અનુગામી હોદ્દેદાર કોણ છે એ વિશે શંકા હોય ત્યારે યથાપ્રસંગ ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ અથવા જિલ્લા મેજિસ્ટ્રેટે આ સંહિતાના અથવા તે હેઠળની કોઇ કાયૅવાહી કે હુકમના હેતુઓ માટે એવા મેજિસ્ટ્રેટના અનુગામી હોદ્દેદાર તરીકે કયાં મેજિસ્ટ્રેટને ગણવા તે લેખિત હુકમ કરીને નકકી કરશે.