
લોકોએ કેટલાક ગુનાની માહિતી આપવા બાબત
(૧) ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની નીચેની કલમો પૈકીની કોઇ કલમ હેઠળ શિક્ષાને પાત્ર ગુનો થયાની અથવા તે કરવાના અન્ય કોઇ વ્યકિતના ઇરાદાની જેને માહિતી હોય તે દરેક વ્યકિતએ વાજબી કારણ ન હોય તો તે ગુનો થયાની કે એવા ઇરાદાની નજીકમાં નજીકના મેજિસ્ટ્રેટને કે પોલીસ અધિકારીને તરત ખબર આપવી જોઇશે. સદરહુ વાજબી કારણ સાબિત કરવાનો બોજો એ રીતે માહિતગાર વ્યકિત ઉપર રહેશે.
(૧) કલમો ૧૦૩ થી ૧૦૫ (બંને સહિત)
(૨) કલમો ૧૧૧ થી ૧૧૩ (બંને સહિત)
(૩) કલમો ૧૪૦ થી ૧૪૪ (બંને સહિત)
(૪) કલમો ૧૪૭ થી ૧૫૪ (બંને સહિત) અને કલમ-૧૫૮
(૫) કલમો ૧૭૮ થી ૧૮૨ (બંને સહિત)
(૬) કલમ ૧૮૯ અને ૧૯૧
(૭) કલમો ૨૭૪ થી ૨૮૦ (બંને સહિત)
(૮) કલમ ૩૦૭
(૯) કલમો ૩૦૯ થી ૩૧૨ (બંને સહિત)
(૧૦) કલમો ૩૧૬ ની પેટા કલમ (૫)
(૧૧) કલમો ૩૨૬ થી ૩૨૮ (બંને સહિત) અને
(૧૨) કલમો ૩૩૧ અને ૩૩૨
(૨) આ કલમના હેતુ માટે ગુનો એ શબ્દમાં જે કૃત્ય ભારતમાં કરવામાં આવ્યું હોય તો ગુનો બને એવા ભારત બહારના કોઇ સ્થળે કરેલા કૃત્યનો સમાવેશ થાય છે.
Copyright©2023 - HelpLaw