
ગામનું કામ કરનાર અધિકારીઓની કેટલીક રિપોટૅ કરવાની ३२०४
(૧) ગામનું કામ કરવા માટે નિયુકત દરેક અધિકારી અને ગામમાં રહેનાર દરેક વ્યકિતએ નીચેની બાબતો વિશે તેની પાસે જે માહિતી હોય તે નજીકમાં નજીકના મેજિસ્ટ્રેટ કે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી એ બે માંથી જે વધુ નજીક હોય તેને તરત જ જણાવવી જોઇશે
(એ) તે ગામમાં અથવા તેની નજીકમાં ચોરીનો માલ રાખનાર અથવા વેચનાર કોઇ નામચીન વ્યકિતના કામયમી કે કામચલાઉ નિવાસ વિશે.
(બી) કોઇ વ્યકિત લૂંટારૂ નાશી છૂટેલ ગુનો સાબિત થયેલ કેદી કે ઘોષિત ગુનેગાર હોવાની પોતાને જાણ હોય અથવા પોતાને એવો વાજબી રીતે શક હોય તે વ્યકિતના તે ગામમાં કોઇ જગ્યાએ આવવા વિશે અથવા તે ગામમાં થઇને પસાર થવા વિશે
(સી) તે ગાામમાં અથવા તેની નજીકમાં બિન-જામીની ગુનો અથવા ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૮૯ અને કલમ ૧૯૧ હેઠળ શિક્ષાને પાત્ર થયેલ ગુના વિશે કે તે કરવાના ઇરાદા વિશે
(ડી) તે ગામમાં કે તેની નજીકમાં અચાનક કે અકુદરતી થયેલ મૃત્યુ કે શંકાસ્પદ સંજોગોમાં થયેલ કોઇ મૃત્યુ વિશે અથવા તે રીતે મૃત્યુ થવાની વાજબી શંકા આવે એવા સંજોગોમાં કોઇ શબ કે તેનો કોઇ ભાગ તે ગામમાં અથવા તેની નજીકમાં મળી આવ્યા વિશે અથવા કોઇ વ્યકિતના સબંધમાં બિન જામીની ગુનો કરવામાં આવ્યો હોવાની વાજબી શંકા અને એવા સંજોગોમાં તે ગામમાંથી તે વ્યકિતના ગુમ થવા વીશે
(ઇ) ભારતમાં થયુ હોય તો ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમો ૧૦૩,૧૦૫, ૧૧૧, ૧૧૨, ૧૧૩, ૧૭૮ થી ૧૮૧ (બંને સહિત), ૩૦૫, ૩૦૭, ૩૦૯ થી ૩૧૨ (બંને સહિત) કલમ ૩૨૬ ના પેટા ખંડો (એફ) અને (જી) કલમ-૩૩૧ અથવા ૩૩૨ પૈકી કોઇ કલમ હેઠળ શિક્ષાને પાત્ર ગુનો બને એવું કોઇ કૃત્ય તે ગામની નજીક આવેલી ભારત બહારની કોઈ જગ્યાએ થવા વિશે અથવા તે કરવાના ઇરાદા વિશે
(એફ) વ્યવસ્થા જાળવવાને અથવા ગુના અટકાવવાને જાનમાલની સલામતીને સંભવતઃ અસર કરે તેવી જે બાબત અંગે રાજય સરકારની પૂર્વે મંજૂરીથી જિલ્લા મેજિસ્ટ્રેટે સામાન્ય કે ખાસ હુકમથી તેને ખબર આપવનું ફરમાવ્યુ હોય તે બાબત વિશે
(૨) આ કલમમાં
(૧) ગામ એ શબ્દમાં ગામની સીમનો સમાવેશ થાય છે.
(૨) દોષિત ગુનેગાર એ શબ્દોમાં ભારતના જે પ્રદેશને આ સંહિતા લાગુ પડતી ન હોય તે પ્રદેશમાંના કોઇ ન્યાયાલય કે સતાધિકારીએ કોઇ કૃત્ય આ સંહિતા જેને લાગુ પડતી હોય તે પ્રદેશમાં કર્યું હોત તો ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ હેઠળ દસ વષૅ કે તેથી વધુ અથવા આજીવનકેદ કે મોતની શિક્ષાને પાત્ર થાત તેવા કૃત્ય અંગે ગુનેગાર તરીકે ઘોષિત કરેલ વ્યકિતનો સમાવેશ થાય છે.
(૩) ગામનું કામ કરવા માટે નિયુકત અધિકારી એ શબ્દોનો અર્થે ગામની પંચાયતનો સભ્ય એવો થાય છે અને તેમાં ગામના મુખી અને વહીવટને લગતું કોઇ કાયૅ બજાવવા નિમાયેલા દરેક અધિકારી અથવા અન્ય વ્યકિતનો સમાવેશ થાય છે
Copyright©2023 - HelpLaw