
ધરપકડની કાયૅરીતિ અને ધરપકડ કરનાર અધિકારીની ફરજો
ધરપકડ કરતી વખતે દરેક અધિકારીએ
(એ) તેની ઓળખ સહેલાઇથી થઇ શકે તે માટે તેના નામની તકતી ચોકકસ દેખાઇ શકે તેવી અને સ્પષ્ટ ઓળખવાળી ધારણ કરેલ હોવી જોઇએ.
(બી) ધરપકડની યાદી તૈયાર કરવાની રહેશે કે જે
(૧) ઓછામાં ઓછા એક સાહેદ દ્રારા પ્રમાણિત કરવામાં આવશે કે જેઓ ધરપકડ કરવામાં આવેલ વ્યકિતના કુટુંબના સભ્યો હોય અથવા જયાં આવી ધરપકડ કરવામાં આવી હોય તે સ્થળના કોઇ માનનીય સભ્ય દ્રારા પ્રમાણિત કરવામાં આવશે.
(૨) ધરપકડની યાદીમાં તેના કુટુંબના કોઇ વ્યકિતની સહી કરેલ હોય તે સિવાય ધરપકડ કરાયેલ વ્યકિતને એવી જાણ કરવી જોઇએ કે તેને તેની ધરપકડ અંગેની જાણ તે જણાવે તેવા સગા અથવા મિત્ર અથવા તે નામ આપે તેવી અન્ય વ્યકિતને કરવાનો તેને અધિકાર છે.
Copyright©2023 - HelpLaw