
નિયુકત પોલીસ અધિકારી
(૧) રાજય સરકાર
(એ) દરેક જિલ્લામાં અને રાજય સ્તરે પોલીસ કંન્ટ્રોલ રૂમની સ્થાપના કરશે.
(બી) આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર ની કક્ષાથી ઊતરતા દરજજાના ન હોય તેવા પોલીસ અધિકારીની દરેક જિલ્લામાં અને દરેક પોલીસ સ્ટેશનમાં નિયુકિત કરશે જેઓ ધરપકડ કરાયેલ વ્યકિતઓના નામ અને સરનામા જે ગુના માટે તેના ઉપર આરોપ મુકવામાં આવેલ હોય તે ગુનાના સ્વરૂપની માહિતી જાળવવા જવાબદાર રહેશે કે જે દરેક પોલીસ સ્ટેશનમાં અને જિલ્લા હેડ કવાટસૅ ઉપર ડિજિટલ મોડ સહિતના કોઇપણ સ્વરૂપે દેખાય તે રીતે પ્રસિધ્ધ કરવામાં આવશે
Copyright©2023 - HelpLaw