
ખાનગી વ્યકિતઓએ કરવાની ધરપકડ અને ત્યાર પછીની કાયૅરીતિ
(૧) કોઇપણ ખાનગી વ્યકિત પોતાની હાજરીમાં બિન જામીની અને પોલીસ અધિકારનો ગુનો કરનાર અથવા ધોષિત ગુનેગારને પકડી અથવા પકડાવી શકશે અને આવી રીતે પકડાયેલ વ્યકિતને નાહક ઢીલ કયૅા વિના પણ આવી ધરપકડના છ કલાકની અંદર તેણે કોઇ પોલીસ અધિકારીને સોંપવી કે સોપી દેવડાવવી જોઇશે અથવા કોઇ પોલીસ અધિકારી હાજર ન હોય તો તે વ્યકિતને નજીકમાં નજીકના પોલીસ સ્ટેશને કસ્ટડીમાં લઇ જવી અથવા મોકલવી જોઇશ.
(૨) આવી વ્યકિતને કલમ-૩૫ની પેટા કલમ (૧) ની જોગવાઇઓ લાગુ પડતી હોવાનું માનવાને કારણ હોય તો તેને પોલીસ અધિકારી કસ્ટડીમાં લઇ શકશે.
(૩) તેણે પોલીસ અધિકાર બહારનો ગુનો કયૅા છે એમ માનવાને કારણ હોય અને કોઇ પોલીસ અધિકારીની માંગણી ઉપરથી પોતાનું નામઠામ જણાવવાની તે વ્યકિત ના પાડે અથવા એવું નામઠામ આપે કે જે ખોટુ હોવાનું માનવાને તે અધિકારીને કારણ હોય તો તેના સબંધમાં કલમ-૩૯ની જોગવાઇઓ હેઠળ કાયૅવાહી કરવામાં આવશે પરંતુ તેણે કોઇ ગુનો કયો હોવાનું માનવાને પૂરતું કારણ ન હોય તો તેને તરત છોડી મુકવામાં આવશે.
Copyright©2023 - HelpLaw