ધરપકડની રીત - કલમ : 43

ધરપકડની રીત

(૧) ધરપકડ કરતાં પોલીસ અધિકારી કે અન્ય વ્યકિત શબ્દ કે ચેષ્ટાથી ધરપકડને તાબે ન થનારના શરીરને સ્પર્શીને કે અટકાયતમાં લઇને ધરપકડ કરશે. પરંતુ જયારે કોઇ સ્ત્રીની ધરપકડ કરવામાં આવે ત્યારે સંજોગો વિરૂધ્ધના હોય તે સિવાય ધરપકડ અંગેની મૌખિક જાણકારી આપ્યેથી તે કસ્ટડી માટે તૈયાર થશે તેવું માની લેવામાં આવશે અને સંજોગોની અન્યથા જરૂરિયાત ઉપસ્થિત થયેલ હોય તે સિવાય અથવા પોલીસ અધિકારી એક સ્ત્રી હોય તે સિવાય પોલીસ અધિકારી કોઇ સ્ત્રીને ધરપકડ માટે સ્પર્શ કરી શકશે નહિ.

(૨) તે વ્યકિત પોતાને પકડવાના પ્રયાસને બળપૂવૅક સામનો કરે અથવા ધરપકડ ટાળવાની કોશિષ કરે તો તે પોલીસ અધિકારી કે અન્ય વ્યકિત તેને પકડવા માટે જરૂરી એવા તમામ સાધનોનો ઉપયોગ કરી શકશે.

(૩) પોલીસ અધિકારી ગુનાના સ્વરૂપ અને ગંભીરતાને ધ્યાનમાં રાખીને જે રીઢો અથવા પુનરાવતિત ગુનેગાર હોય અથવા જે કસ્ટડીમાંથી ભાગી ગયો હોય અથવા જેણે સંગઠિત અપરાધ આતંકવાદી કૃત્ય ડ્રગ સબંધી અપરાધ અથવા હથિયાર અને દારૂગોળાનો ગેરકાયદેસર કબ્જો, ખૂન, બળાત્કાર, એસિડ દ્રારા હુમલો સિકકા અને ચલણી નોટોની નકલ માનવ તસ્કરીના ગુના બાળકો સામે જાતીય અપરાધ અથવા રાજય વિરૂધ્ધ ગુનો કર્યો હોય તેવી વ્યકિતની ધરપકડ કરતી વખતે અથવા એવી વ્યકિતને અદાલત સમક્ષ રજૂ કરતી વખતે હાથકડીનો ઉપયોગ કરી શકશે.

(૪) જેના ઉપર મોતની કે આજીવન કેદની શિક્ષાને પાત્ર ગુનાનો આરોપ ન હોય તે વ્યકિતનું મૃત્યુ નિપજાવવાનો હકક આ કલમના કોઇપણ મજકૂરથી મળતો નથી.

(૫) અપવાદ સ્વરૂપ સંજોગો સિવાય કોઇપણ સ્ત્રીની સૂયૅજાસ્ત પછી અને સૂયૌદય પહેલા ધરપકડ કરી શકાશે નહી અને જયારે આવા અપવાદ સ્વરૂપ સંજોગો ઉપસ્થિત થાય ત્યારે મહિલા પોલીસ અધિકારીએ લેખિતમાં રિપોટૅ તૈયાર કરીને જેની સ્થાનિક હકૂમતની અંદર ગુનો થયેલ હોય અથવા જેની સ્થાનિક હકૂમતમાં ધરપકડ થવાની હોય તેવા પ્રથમ વગૅના મેજિસ્ટ્રેટની પૂવૅમંજૂરી લેવાની રહેશે