પકડાયેલ વ્યકિતને ધરપકડના કારણની અને જામીન ઉપર છુટવાના હકકની જાણ કરવા બાબત - કલમ : 47

પકડાયેલ વ્યકિતને ધરપકડના કારણની અને જામીન ઉપર છુટવાના હકકની જાણ કરવા બાબત

(૧) કોઇપણ વ્યકિતને વગર વોરંટે પકડનાર દરેક પોલીસ અધિકારી અથવા અન્ય વ્યકિતએ જે ગુના માટે તેને પકડવામાં આવેલ હોય તેની અથવા તે ધરપકડના બીજા કારણોની સંપૂણૅ વિગતોની જાણ તેને તરત જ કરવી જોઇશે.

(૨) જેના ઉપર બિન-જામીની ગુનાનો આરોપ ન હોય તે વ્યકિતને પોલીસ અધિકારી વગર વોરંટે પકડે ત્યારે તે જામીન ઉપર છુટવા હકદાર છે તે બાબતની અને તેના વતી જામીનની વ્યવસ્થા પોતે કરી શકશે એ બાબતની તેણે પકડેલ વ્યકિતને જાણ કરવી જોઇશે.