સગાં અથવા મિત્રને ધરપકડ વિગેરેની માહિતી આપવાની ધરપકડ કરનાર વ્યકિતની જવાબદારી - કલમ : 48

સગાં અથવા મિત્રને ધરપકડ વિગેરેની માહિતી આપવાની ધરપકડ કરનાર વ્યકિતની જવાબદારી

(૧) દરેક પોલીસ અધિકારી અથવા આ સંહિતા હેઠળ ધરપકડ કરનાર અન્ય કોઇ વ્યકિત તરત જ આવી ધરપકડ અંગેની માહિતી અને જે સ્થળે ધરપકડ કરાયેલ વ્યકિતને રાખવામાં આવેલ હોય તે સ્થળની માહિતી ધરપકડ કરાયેલ વ્યકિતના સગાઓ મિત્રો અથવા માહિતી આપવા માટે ધરપકડ કરાયેલ વ્યકિત દ્રારા જાહેર કરાયેલ કે જણાવેલ અન્ય કોઇ વ્યકિતને આપશે અને જિલ્લામાં નિયુકત પોલીસ અધિકારીને પણ આપવામાં આવશે.

(૨) પોલીસ અધિકારી ધરપકડ કરાયેલ વ્યકિતને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા પછી બનતી ત્વરાએ પેટા કલમ (૧) હેઠળના તેના અધિકારો અંગેની જાણકારી આપશે.

(૩) આવી વ્યકિતની ધરપકડ અંગેની માહિતી કઇ વ્યકિતને આપવામાં આવેલ છે તે વિગતની નોંધ રાજય સરકાર નિયમોથી ઠરાવે તેવા નમૂનામાં પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવતી બુકમાં કરવામાં આવશે.

(૪) ધરપકડ કરાયેલ વ્યકિતના સબંધમાં પેટા કલમ (૨) અને પેટા કલમ (૩) હેઠળની જરૂરિયાતોનું પાલન કરવામાં આવેલ છે તેની ખાતરી કરવાની ફરજ આવા ધરપકડ કરાયેલ વ્યકિતને જેની સમક્ષ રજૂ કરવામાં આવે તે મેજિસ્ટ્રેટની રહેશે.