પકડાયેલ વ્યકિતની ઝડતી
(૧) જયારે પણ
(૧) જામીન લેવાની જોગવાઇ ન કરતા વોરંટ ઉપરથી કોઇ પોલીસ અધિકારીએ જયારે પણ કોઇ વ્યકિતને પકડેલ હોય અથવા જામીન લેવાની જોગવઇ કરતા વોરંટ ઉપરથી પકડાયેલ વ્યકિત જયારે પણ જામીન આપી શકે નહી ત્યારે અને
(૨) કોઇ વ્યકિતને વગર વોરંટે અથવા કોઇ ખાનગી વ્યકિતએ વોરંટ ઉપરથી પકડેલ હોય અને કાયદેસર રીતે તેનો જામીન લઇ શકાતો ન હોય અથવા તે જામીન ન આપી શકે ત્યારે ધરપકડ કરનાર અધિકારી અથવા ખાનગી વ્યકિત પકડાયેલ વ્યકિતને જે પોલીસ અધિકારીને હવાલે સોંપે તે અધિકારી તે વ્યકિતની ઝડતી લઇ શકશે અને તેના શરીર ઉપર પહેરવાના જરૂર પૂરતા કપડા સિવાયની મળી આવેલ તમામ વસ્તુઓ સલામત કસ્ટડીમાં રાખી શકશે અને પકડાયેલ વ્યકિત પાસેથી કોઇ વસ્તુ જપ્ત કરવામાં આવી હોય ત્યારે પોલીસ અધિકારીએ કબ્જામાં લીધેલી વસ્તુઓ દશૅાવતી પહોંચ તે વ્યકિતને આપવી જોઇશે.
(૨) જયારે પણ કોઇ સ્ત્રીની ઝડતી લેવડાવવાની જરૂર હોય ત્યારે પૂરી સભ્યતા જાળવીને બીજી કોઇ સ્ત્રી મારફતે ઝડતી લેવડાવવી જોઇશે.