
પોલીસ અધિકારીની વિનંતીથી તબીબી વ્યવસાયી દ્રારા આરોપીની તપાસ
(૧) કોઇ વ્યકિતને એવા પ્રકારનો ગુનો કરવાના ત્હોમત ઉપરથી પકડવામાં આવેલ હોય અને તે ગુનો એવા સંજોગો હેઠળ કયો હોવાનો આક્ષેપ હોય કે તે વ્યકિતની શારીરિક તપાસ ઉપરથી ગુનો થવા સબંધી પુરાવો મળી રહેશે એવું માનવાને વાજબી કારણો છે ત્યારે કોઇપણ પોલીસ અધિકારીની વિનંતીથી કાયૅ કરનાર રજિસ્ટર થયેલ તબીબી વ્યવસાયી માટે તેમજ તેની મદદમાં અને તેના આદેશ હેઠળ શુધ્ધબુધ્ધિથી કામ કરનાર અન્ય વ્યકિત માટે એવો પુરાવો મળી રહે તે હકીકત જાણવા માટે વ્યાજબી રીતે જરૂરી હોય તેવી પકડાયેલ વ્યકિતની સદરહુ તપાસ કરવાનું અને તે હેતુ માટે વાજબી રીતે જરૂરી હોય તેટલું બળ વાપરવાનું કાયદેસર ગણાશે.
(૨) જયારે પણ આ કલમ હેઠળ કોઇ સ્ત્રીની તપાસ કરવાની હોય ત્યારે તે તપાસ રજિસ્ટર થયેલ સ્ત્રી તબીબી વ્યવસાયીએ જ અથવા તેની દેખરેખ હેઠળ જ કરવી જોઇશે.
(૩) રજીસ્ટડૅ મેડિકલ પ્રેકિટશનર કોઇપણ વિલંબ વગર પરિક્ષણનો રિપોટૅ તપાસ કરતા અધિકારીને મોકલશે.
સ્પષ્ટીકરણ.- આ કલમમાં અને કલમ-૫૨ અને ૫૩ માં
(એ) તપાસ માં લોહીની તપાસ લોહીના ડાધાઓ, વીયૅ, જાતિય ગુનાઓના કેસોમાં લૂગડાનો ટુકડો, થૂંક અને પરસેવો, વાળના નમૂનાઓ અને આંગળીના નખના કાપેલ ટુકડાની તપાસ ડી.એન.એ. રૂપરેખા સહિત અધતન અને વૈજ્ઞાનિક પધ્ધતિઓના ઉપયોગ દ્રારા અને રજિસ્ટડૅ મેડિકલ પ્રેકિટશનર કોઇ ચોકકસ કેસમાં જરૂરી સમજે એવી અન્ય તપાસોનો સમાવેશ થાય છે.
(બી) રજિસ્ટડૅ મેડિકલ પ્રેકટિશનર એટલે નેશનલ મેડિકલ કમિશન એકટ ૨૦૧૯ (૨૦૧૯નો ૩૦મો) હેઠળ માન્યતા પ્રાપ્ત તબીબી લાયકાત ધરાવતો હોય અને તે અધિનિયમ હેઠળ જેનુ નામ નેશનલ મેડિકલ રજીસ્ટર અથવા સ્ટેટ મેડિકલ રજિસ્ટરમાં નોંધાયેલ હોય તેવા કોઈ મેડિકલ પ્રેકિટશનર
Copyright©2023 - HelpLaw