
બળાત્કારના આરોપી વ્યકિતની તબીબી વ્યવસાયી (મેડિકલ પ્રેકિટશનર) દ્રારા તપાસ
(૧) જયારે કોઇ વ્યકિતની બળાત્કાર કયૅવાના આરોપ માટે અથવા બળાત્કાર કરવાની કોશિશ કરવા માટે ધરપકડ કરવામાં આવે અને તેવો ગુનો બન્યો હોવા સબંધે તેવી વ્યકિતની તપાસથી પુરાવો પ્રાપ્ત થઇ શકે તેવું માનવાને પૂરતા કારણ હોય ત્યારે રાજય સરકાર અથવા સ્થાનિક સતામંડળ દ્રારા સંચાલિત હોસ્પિટલમાં કામ કરતાં રજિસ્ટર્ડ તબીબી વ્યવસાયી (મેડિકલ પ્રેકિટશનર) માટે અને આવા મેડિકલ પ્રેકિટશનરની ગેરહાજરીમાં જે સ્થળે ગુનો બન્યો હોય તેનાથી સોળ કિલોમીટરના ઘેરાની અંદર અન્ય કોઇપણ નોંધાયેલ તબીબી વ્યવસાયી (મેડિકલ પ્રેકિટશનર) દ્રારા અને તેની મદદમાં શુધ્ધબુધ્ધિથી કામ કરતા કોઇપણ વ્યકિત માટે અને તેના આદેશ હેઠળ કોઇપણ પોલીસ અધિકારીની વિનંતીથી તેવી ધરપકડ કરાયેલ વ્યકિતની તપાસ કરવાનું કાયદેસર ગણાશે અને આ હેતુ માટે જરૂર જણાય
(૨) આવી તપાસ કરનાર રજિસ્ટડૅ મેડિકલ પ્રેકટિશનર વિના વિલંબે તેવી વ્યકિતની તપાસ કરશે અને તેણે કરેલી તપાસ અંગે નીચે જણાવ્યા મુજબની વિગતો અંગેનો અહેવાલ તૈયાર કરશે
(૧) આરોપીનું તથા તેને લાવનાર વ્યકિતનું નામ અને સરનામું
(૨) આરોપીની ઉમર
(૩) આરોપી વ્યકિતની ઉપર જો કોઇ ઇજાના ચિન્હો હોય તો તેની વિગત
(૪) ડી.એન.એ. પ્રોફાઇલીંગ માટે આરોપી વ્યકિતમાંથી મેળવવામાં આવેલ પદાથૅનું વિવરણ
(૫) વ્યાજબી વિવરણ/ વણૅન સાથે અનય સામગ્રીની વિગતો
(૩) અહેવાલમાં લીધેલ દરેક તારણો ઉપર આવવા માટેના ચોકકસ કારણો દર્શાવવા જોઇશે.
(૪) અહેવાલમાં તપાસના પ્રારંભ અને પૂણૅ કયૅવ ાનો ચોકકસ સમયગાળો પણ નોંધવાનો રહેશે.
(૫) રજિસ્ટડૅ મેડિકલ પ્રેકિટશનરે વિના કોઇ વિલંબે તપાસ કરનાર અધિકારીને અહેવાલ પાઠવવાનો રહેશે અને તે કલમ-૧૯૩માં ઉલ્લેખ કયૅ ૉ મુજબ તે કલમની પેટા કલમ (૬) ના ખંડ (એ) માં જણાવ્યા મુજબના દસ્તાવેજો તરીકે અહેવાલ મેજિસ્ટ્રેટને આપશે.
Copyright©2023 - HelpLaw