તબીબી અધિકારી દ્રારા ધરપકડ કરવામાં આવેલી વ્યકિતની તપાસ - કલમ : 53

તબીબી અધિકારી દ્રારા ધરપકડ કરવામાં આવેલી વ્યકિતની તપાસ

(૧) જયારે કોઇ વ્યકિતની ધરપકડ કરવામાં આવી હોય ત્યારે તેને કેન્દ્ર સરકાર અથવા

રાજય સરકારની સેવામાં હોય તેવા તબીબી અધિકારી અને જો તબીબી અધિકારી ઉપલબ્ધ ન હોય તો ધરપકડ પછી વહેલી તકે નોંધાયેલ તબીબી વ્યવસાયી દ્રારા તપાસવામાં આવશે.

પરંતુ જો મેડિકલ ઓફીસર અથવા રજિસ્ટડૅ મેડિકલ પ્રેકિટશનરનો એવો અભિપ્રાય હોય કે તેવી વ્યકિતનું વધુ એક પરિક્ષણ જરુરી છે તો તે તેમ કરી શકશે. વધુમાં જયાં આવી રીતે ધરપકડ કરવામાં આવેલી વ્યકિત સ્ત્રી હોય ત્યારે માત્ર સ્ત્રી તબીબી અધિકારી દ્રારા અથવા તેણીની દેખરેખ હેઠળ અને જો સ્ત્રી તબીબી અધિકારી ઉપલબ્ધ ન હોય તો નોંધાયેલ સ્ત્રી તબીબી વ્યવસાયી (રજિસ્ટડૅ મેડિકલ પ્રેકિટશનર) દ્રારા તેના શરીરની તપાસ કરવામાં આવશે.

(૨) ધરપકડ કરાયેલ વ્યકિતની તપાસ કરનાર તબીબી અધિકારી અથવા રજિસ્ટડૅ મેડિકલ પ્રેકટિશનર આવી તપાસનું રેકડૅ બનાવશે અને તેમાં ધરપકડ કરાયેલ વ્યકીતના શરીર ઉપર થયેલ ઇજા અથવા હિંસા (બળ પ્રયોગ) ના કોઇ ચિન્હો હોય તો તે અને આવી ઇજા અથવા ચિન્હો કયારે કરાયા હશે તે અંગે અંદાજિત સમય જણાવશે.

(૩) જયા પેટા કલમ (૧) હેઠળ તપાસ થઇ હોય ત્યારે આવી તપાસના અહેવાલની એક નકલ તબીબી અધિકારીએ અથવા રજિસ્ટડૅ મેડિકલ પ્રેકટિશનરે યથાપ્રસંગ જે હોય તે ધરપકડ કરાયેલ વ્યકિતને અથવા આવી વ્યકિતએ નામનીયુકત કરેલ વ્યકિતને આપવની રહેશે.