ધરપકડ કરેલ વ્યકિતની ઓળખ
જયાં કોઇપણ વ્યકિતની ગુનો કયૅા હોવાનું આરોપસર ધરપકડ કરવામાં આવેલ હોય અને તેવા ગુનાની તપાસના હેતુ માટે તેની બીજી કોઇ વ્યકિત દ્રારા અથવા વ્યકિતઓ દ્રારા ઓળખ કરવાનું જરૂરી જણાયુ હોય તો પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારીની વિનંતીથી હકૂમત ધરાવતી ન્યાયાલયને તે માટે યોગ્ય લાગે તે રીતે ધરપકડ કરાયેલ વ્યકિતને કોઇપણ વ્યકિત કે વ્યકિતઓ દ્રારા ઓળખ કરાવવા માટે આદેશ આપી શકશે.
પરંતુ ધરપકડ કરાયેલ વ્યકિતને ઓળખી બતાવનાર વ્યકિત જો માનસિક રીતે અથવા શારીરિક રીતે અશકત હોય તો આવી ઓળખવિધિ કોઇ મેજિસ્ટ્રેટની દેખરેખ હેઠળ કરાશે કે જે યોગ્ય પલા લઇ સુનિશ્ર્વિત કરશે કે આવી વ્યકિતને જે ઓળખવાની પધ્ધતિ અનુકૂળ આવે તે પધ્ધતિનો ઉપયોગ કરીને ધરપકડ કરાયેલ વ્યકિતને ઓળખવામાં આવે અને ઓળખની પ્રક્રિયા કોઇપણ ઓડયો વિડિયો ઇલેકટ્રોનિક સાધનો દ્રારા કરવામાં આશવે.
Copyright©2023 - HelpLaw