પકડાયેલ વ્યકિતને ચોવીસ કલાકથી વધુ સમય સુધી અટકાયતમાં ન રાખવા બાબત - કલમ : 58

પકડાયેલ વ્યકિતને ચોવીસ કલાકથી વધુ સમય સુધી અટકાયતમાં ન રાખવા બાબત

વગર વોરંટે પકડાયેલી વ્યકિતને કોઈ પોલીસ અધિકારી તે બાબતના બધા સંજોગો જોતા વાજબી હોય તે કરતા વધુ મુદત સુધી કસ્ટડીમાં રાખી શકશે નહી અને કલમ-૧૮૭ હેઠળ મેજિસ્ટ્રેટનો ખાસ હુકમ ન હોય તો તે મુદત ધરપકડના સ્થળેથી હકૂમત ધરાવતા હોય કે ન હોય તેવા મેજિસ્ટ્રેટના ન્યાયાલય સુધી પહોંચવા માટે જરૂરી પ્રવાસનો સમય બાદ કરતા ચોવીસ કલાકથી વધુ હોવી જોઇશે નહી.