કોઇ નાસી છુટે તો પીછો પકડીને ફરી પકડવાની સતા - કલમ : 61

કોઇ નાસી છુટે તો પીછો પકડીને ફરી પકડવાની સતા

(૧) કાયદેસરની કસ્ટડીમાં રખાયેલ કોઇ વ્યકિત નાસી જાય અથવા તેને નસાડવામાં આવે તો જેની કસ્ટડીમાંથી તે નાસી ગયેલ હોય અથવા તેને નસાડવામાં આવેલ હોય તે વ્યકિત ભારતમાં ગમે ત્યાં તેનો તરત પછી પકડીને તેને પકડી શકશે.

(૨) ધરપકડ કરનાર વોરંટનો અમલ કરનાર વ્યકિત ન હોય અને પકડવાનો અધિકાર ધરાવનાર પોલીસ અધિકારી ન હોય તો પણ કલમ-૪૪ની જોગવાઇઓ પેટા કલમ (૧) હેઠળ ધરપકડને લાગુ પડશે.