
સમન્સ બજાવવાની રીત
(૧) દરેક સમન્સ પોલીસ અધિકારીએ અથવા રાજય સરકાર આ અથૅ કરે તે નિયમોને અધીન રહીને સમન્સ કાઢનાર ન્યાયાલયના અધિકારીએ અથવા બીજા રાજય સેવકે બજાવવો જોઇશે.
પરંતુ પોલીસ સ્ટેશન અથવા કોટૅમાં રજિસ્ટ્રાર સરનામા ઇ-મેઇલ એડ્રેસ ફોન નંબરો અને રાજય સરકાર નિયમોથી ઠરાવે તેવી અન્ય બાબતો દાખલ કરવા એક રજિસ્ટર જાળવશે.
(૨) બને ત્યા સુધી સમન્સની એક પ્રત બોલાવેલ વ્યકિતને આપીને કે ધરીને સમન્સ બજાવવો જોઇશે.
પરંતુ ન્યાયાલયના સિકકાવાળો સમન્સ પણ ઇલેકટ્રોનિક સંદેશા વ્યવહારથી રાજય સરકાર નિયમોથી ઠરાવે તેવા નમૂનામાં અને તેવી રીતે બજાવી શકાશે.
(૩) જેની ઉપર એ રીતે સમન્સ બજાવવામાં આવે તે દરેક વ્યકિતએ જો સમન્સ બજાવનાર અધિકારી તેમ કરવા કહે તો બીજી પ્રતની પાછલી બાજુએ સમન્સ મળ્યા બદલ સહી કરવી જોઇશે.આ
Copyright©2023 - HelpLaw