
સમન્સથી બોલાવેલ વ્યકિત ન મળી આવે તો બજવણી કરવાની રીત
પૂરતી ખંડ દાખવ્યા છતાં સમન્સથી બોલાવેલ વ્યકિત ન મળી આવે તો તેની સાથે રહેતા તેના પુખ્ત વયના કોઇ કુટુંબીને સમન્સની બે નકલોમાંની તેના માટેની એક નકલ આપીને તે બજાવી શકાશે અને જેને એ રીતે સમન્સ આપવામાં આવે તે વ્યકિતએ બજવણી કરનાર અધિકારી ફરમાવે તો બીજી પ્રતની પાછલી બાજુએ તે સમન્સ મળ્યા બદલ સહી કરી આપવી જોઇશે.
સ્પષ્ટીકરણ.- આ કલમના અથૅ મુજબ નોકર કુટુંબી નથી.
Copyright©2023 - HelpLaw