ઉપરની જોગવાઇ મુજબ સમન્સ ન બજાવી શકાય ત્યારે અનુસરવાની કાયૅરીતિ - કલમ : 67

ઉપરની જોગવાઇ મુજબ સમન્સ ન બજાવી શકાય ત્યારે અનુસરવાની કાયૅરીતિ

પૂરતી ખંત દાખવ્યા છતાં કલમ-૬૪, કલમ-૬૫ અથવા કલમ-૬૬માં જોગવાઇ કયૅા પ્રમાણે બજવણી ન થઇ શકે તો બજવણી કરનાર અધિકારીએ સમન્સથી બોલાવેલ વ્યકિત સામાન્ય રીતે જે ઘર અથવા રહેઠાણમાં રહેતી હોય તેના કોઇ સહેલાઇથી દેખાઇ આવે તેવા ભાગ ઉપર સમન્સની એક પ્રત ચોંટાડવી જોઇશે અને તેમ થયે ન્યાયાલય પોતાને યોગ્ય લાગે તે તપાસ કયૅા પછી સમન્સ વિધિસર બજાવવામાં આવ્યો હોવાનું જાહેર કરી શકશે અથવા પોતાને યોગ્ય લાગે તે રીતે નવેસરથી સમન્સ બજાવવાનો હુકમ કરી શકશે.