સ્થાનિક હદની બહાર સમન્સની બજવણી - કલમ : 69

સ્થાનિક હદની બહાર સમન્સની બજવણી

કોઇ ન્યાયાલય પોતે કાઢેલો સમન્સ પોતાની સ્થાનિક હકૂમતની બહાર કોઇ જગ્યાએ બજાવવા ધારે ત્યારે સાધારણ રીતે તે ન્યાયાલયે જેની સ્થાનિક હકૂમતમાં બોલાવેલ વ્યકિત રહેતી હોય અથવા હોય તે મેજિસ્ટ્રેટને સમન્સની બે પ્રતો ત્યાં બજાવવા માટે મોકલવી જોઇશે.