આવા કેસોમાં અને બજવણી કરનાર અધિકારી હાજર ન હોય ત્યારે બજવણીની સાબિતી - કલમ : 70

આવા કેસોમાં અને બજવણી કરનાર અધિકારી હાજર ન હોય ત્યારે બજવણીની સાબિતી

(૧) કોઇ ન્યાયાલયે કાઢેલો સમન્સ તેની સ્થાનિક હકૂમતની બહાર બજાવવામાં આવ્યો હોય ત્યારે અને સમન્સ બજાવનારા અધિકારી કેસની સુનાવણી વખતે હાજર ન હોય ત્યારે તે સમન્સ બજયો હોવાની મતલબનું કોઇ મેજિસ્ટ્રેટ સમક્ષ કરેલું હોવાનું અભિપ્રેત હોય તેવું સોગંદનામું અને જે વ્યકિતને સમન્સની બીજી પ્રત આપી હોય કે ધરી હોય કે જેની પાસે મુકી આવવામાં આવેલ હોય તે વ્યકિતએ (કલમ-૬૪ કે કલમ-૬૬ માં જણાવેલી રીતે) જેમાં શેરો કયૅવાનું અભિપ્રેત હોય તેવી સમન્સની પ્રત પુરાવામાં ગ્રાહ્ય થશે અને તેમાં કરેલા કથનો એથી વિરૂધ્ધનું સાબિત ન થાય તે સિવાય અને ત્યાં સુધી ખરાં ગણાશે.

(૨) આ કલમમાં જણાવેલું સોગંદનામું સમન્સની બીજી પ્રત સાથે જોડીને ન્યાયાલયને પરત કરી શકાશે.

(૩) ઇલેકટ્રોનિક સંદેશા વ્યવહાર દ્રારા કલમો-૬૪ થી ૭૧ (બંને સહિત) હેઠળ બજાવેલા તમામ સમન્સને કાયદેસર રીતે બજેલ હોવાનું ગણવામાં આવશે અને આવા સમન્સની એક નકલ પ્રમાણિત કરીને સમન્સ બજયાના પુરાવા તરીકે રાખવામાં આવશે.