સાક્ષીઓ ઉપર સમન્સની બજવણી - કલમ : 71

સાક્ષીઓ ઉપર સમન્સની બજવણી

(૧) આ પ્રકરણની પુવૅવતી કલમોમાં ગમે તે મજકૂર હોય તે છતા કોઇ સાક્ષી ઉપર સમન્સ કાઢનાર ન્યાયાલય એવો સમન્સ કાઢવા ઉપરાંત અને સાથો સાથ સાક્ષી જયાં સાધારણ રીતે રહેતો હોય કે ધંધો ચલાવતો હોય કે લાભ માટે જાતે કામ કરતો હોય તે સરનામે સમન્સની એક પ્રત ઇલેકટ્રોનિક સંદેશા વ્યવહારથી અથવા રજિસ્ટર કરાવેલ ટપાલથી બજાવવાનો આદેશ આપી શકશે.

(૨) સાક્ષીએ સહી કરી હોવાનું અભિપ્રેત હોય તેવી પહોંચ અથવા સાક્ષીએ સમન્સ લેવાની ના પાડી હોવા બાબત ટપાલીએ કરેલો હોવાનું અભિપ્રેત હોય તેવો કોઇ શેરો અથવા કલમ-૭૦ની પેટા કલમ (૩) હેઠળ ઇલેકટ્રોનિક સંદેશા વ્યવહાર દ્રારા સમન્સ બજયા હોવાના પુરાવાથી ન્યાયાલયને સંતોષ થાય ત્યારે સમન્સ કાઢનાર ન્યાયાલય સમન્સ યોગ્ય રીતે બજાવવામાં આવ્યો હોવાનું જાહેર કરી શકશે.