
ધરપકડના વોરંટનો નમુનો અને તેની મુદત
(૧) આ સંહિતા હેઠળ કોઇ ન્યાયાલયે કાઢેલું ધરપકડનું દરેક વોરંટ ન્યાયાલયના પ્રમુખ અધિકારીની સહીવાળું લેખિત હોવું જોઇશે અને તેના ઉપર ન્યાયાલયનો સિકકો હોવો જોઇશે.
(૨) આવું દરેક વોરંટ કાઢનાર ન્યાયાલય તેને રદ ન કરે ત્યાં સુધી અથવા તે બજાવવામાં ન આવે ત્યાં સુધી અમલમાં રહેશે.
Copyright©2023 - HelpLaw