
જામીનગીરી લેવાનું ફરમાવવાની સતા
(૧) કોઇ વ્યકિતની ધરપકડ માટે વોરંટ કાઢનાર ન્યાયાલય પોતાની વિવેક બુધ્ધિ અનુસાર તે વોરંટ ઉપર શેરો કરીને એવું ફરમાવી શકશે કે જો તે વ્યકિત નિદિષ્ટ સમયે અને ત્યાર પછી ન્યાયાલય અન્યથા ન ફરમાવે ત્યાં સુધી તે ન્યાયાલય સમક્ષ હાજર રહેવા માટે પૂરતા જામીન સાથે જામીનખત આપે તો જે અધિકારીને વોરંટ બજાવવા આપ્યુ હોય તે એવી જામીનગીરી લઇને તે વ્યકિતને કસ્ટડીમાંથી છોડી શકશે.
(૨) તે શેરોમાં નીચેની બાબતો જણાવવી જોઇશે
(એ) જામીનોની સંખ્યા
(બી) જામીનો અને જેની ધરપકડ માટે વોરંટ કાઢવામાં આવ્યું હોય તે વ્યકિત અનુક્રમે જે રકમ ભરવા માટે જવાબદાર થવાના હોય તે રકમ
(સી) ન્યાયાલય સમક્ષ તેણે હાજર થવાનો સમય
(૩) જયારે પણ આ કલમ મુજબ જામીનગીરી લેવામાં આવે ત્યારે જે અધિકારીને વોરંટ બજાવવા આપ્યું હોય તેણે મુચરકો ન્યાયાલયને મોકલી આપવો જોઇશે.
Copyright©2023 - HelpLaw