વોરંટ બજાવવા માટે કોને આપવું તે બાબત - કલમ : 74

વોરંટ બજાવવા માટે કોને આપવું તે બાબત

(૧) ધરપકડનું વોરંટ સામાન્ય રીતે એક કે વધુ પોલીસ અધિકારીઓને બજાવવા માટે આપવું જોઇશે પરંતુ એવું વોરંટ તરત બજાવવાની જરૂર હોય અને તરત કોઇ પોલીસ અધિકારી મળી શકે તેમ ન હોય તો તે કાઢનાર ન્યાયાલય તે અન્ય કોઇ વ્યકિત કે વ્યકિતઓને બજાવવા આપી શકશે અને તે વ્યકિત કે વ્યકિતઓએ તે વોરંટ બજાવવું જોઇશે.

(૨) કોઇ વોરંટ એકથી વધુ અધિકારીઓ કે વ્યકિતઓને બજાવવા આપ્યું હોય ત્યારે તેઓ તમામ અથવા તેમાંનો કોઇ એક કે વધુ અધિકારી કે વ્યકિત બજાવી શકશે.