
વોરંટ કોઇપણ વ્યકિતને બજાવવા આપી શકાશે
(૧) કોઇ નાસી છુટેલા ગુનેગારને ઘોષિત ગુનેગારને અથવા બિન જામીની ગુનાનો જેના ઉપર આરોપ હોય અને ધરપકડ ટાળી રહેલા હોય તે વ્યકિતને પકડવા ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ કે પહેલા વગૅના મેજિસ્ટ્રેટ પોતાની સ્થાનિક હકૂમતની અંદર આવેલ કોઇ વ્યકિતને વોરંટ બજાવવા આપી શકશે.
(૨) તે વ્યકિતએ તે વોરંટની લેખિત પહોંચ આપવી જોઇશે અને જેને પકડવા માટે તે કાઢયું હોય તે વ્યકિત તેની દેખરેખ હેઠળની કોઇપણ જમીન કે બીજી મિલકતમાં હોય અથવા તેમાં પ્રવેશે તો તેણે તે વોરંટ બજાવવું જોઇશે.
(૩) જેને માટે તે વોરંટ કાઢવામાં આવ્યું હોય તે વ્યકિતને પકડવામાં આવે ત્યારે તેને વોરંટ સાથે નજીકમાં નજીકના પોલીસ અધિકારીને સોંપી દેવો જોઈશે અને કલમ-૭૩ હેઠળ જામીનગીરી લેવામાં ન આવે તો તે પોલીસ અધિકારીએ તે બાબતમાં હકૂમત ધરાવતા મેજિસ્ટ્રેટ સમક્ષ તેને મોકલી આપવી જોઇશે.
Copyright©2023 - HelpLaw