પકડાયેલ વ્યકિતને વિના વિલંબે ન્યાયાલય સમક્ષ લઇ જવા બાબત - કલમ : 78

પકડાયેલ વ્યકિતને વિના વિલંબે ન્યાયાલય સમક્ષ લઇ જવા બાબત

ધરપકડનું વોરંટ બજાવનાર પોલીસ અધિકારીએ અથવા અન્ય વ્યકિતએ બિન જરૂરી વિલંબ વિના (જામીનગીરી સબંધી કલમ-૭૩ની જોગવાઇઓને અધીન રહીને) જે ન્યાયાલય સમક્ષ પકડાયેલ વ્યકિતને રજૂ કરવાનું કાયદા મુજબ તેને માટે જરૂરી હોય તે ન્યાયાલય સમક્ષ તેને લાવવી જોઇશે.

પરંતુ કોઇપણ કેસમાં એવો વિલંબ ધરપકડના સ્થળેથી મેજિસ્ટ્રેટના ન્યાયાલય સુધી પહોંચવા માટે જરૂરી પ્રવાસનો સમય બાદ કરતા ચોવીસ કલાકથી વધુ હોવા જોઇશે નહી.