હકૂમત બહાર બજવણી માટે મોકલેલું વોરંટ
(૧) વોરંટ કાઢનાર ન્યાયાલયની સ્થાનિક હકૂમતની બહાર તે બજાવવાનું હોય ત્યારે તે ન્યાયાલય તે વોરંટ પોતાની હકૂમતની અંદરના કોઇ પોલીસ અધિકારીને બજાવવા આપવાને બદલે જેની હકૂમતની સ્થાનિક હદની અંદર તે બજાવવાનું હોય તે એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટ કે જિલ્લા પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ કે પોલીસ કમિશ્નરને તે ટપાલ મારફતે કે બીજી રીતે મોકલી શકશે અને તે એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટ અથવા જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટ અથવા પોલીસ કમિશ્નરે તેના ઉપર પોતાના નામનો શેરો કરવો જોઇશે અને જો વ્યવહાયૅ હોય તો આ સંહિતામાં અગાઉ જણાવેલી રીતે તે વોરંટની તેણે બજવણી કરાવવી જોઇશ.
(૨) પેટા કલમ (૧) હેઠળ વોરંટ કાઢનાર ન્યાયાલયે તે વ્યકિતને જામીન ઉપર છોડવા અથવા ન છોડવા અંગે કલમ-૮૩ હેઠળ કામ કરનાર ન્યાયાલય નિણૅય લઇ શકે તે માટે પૂરતા હોય તેવા દસ્તાવેજો હોય તો તે સહિત પકડવાની વ્યકિત વિરૂધ્ધની માહિતીનો સારાંશ વોરંટ સાથે મોકલવો જોઇશે.
Copyright©2023 - HelpLaw