જેની ઉપર વોરંટ કાઢયુ હોય તે વ્યકિતને પકડયા પછીની કાયૅવાહી
(૧) ધરપકડનું વોરંટ જે જિલ્લામાં કાઢયુ હોય તેની બહાર બજાવ્યું હોય ત્યારે વોરંટ કાઢનાર ન્યાયાલય ધરપકડના સ્થળથી ત્રીસ કિલોમીટરની અંદર ન હોય તો અથવા તે ન્યાયાલય જે એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટની કે જિલ્લા પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટની પોલીસ કમિશ્નનરની હકૂમતની સ્થાનિક હદમાં ધરપકડ કરી હોય તેના કરતા નજીક ન હોય તો અથવા કલમ-૭૩ હેઠળ જામીનગીરી લીધી ન હોય તો પકડાયેલ વ્યકિતને તેવા મેજિસ્ટ્રેટ કે જિલ્લા સુપ્રિન્ટેન્ડેન્ટ કે કમિશ્નર સમક્ષ લઇ જવી જોઇશે.
(૨) પેટા કલમ (૧)માં ઉલ્લેખિત કોઇપણ વ્યકિતની ધરપકડ થયે પોલીસ અધિકારી આવી ધરપકડ અંગેની અને ધરપકડ કરાયેલ વ્યકિતને જયાં રાખવામાં આવી છે તે સ્થળની માહિતી જિલ્લાના નિયુકત પોલીસ અધિકારીને અને ધરપકડ કરાયેલ વ્યકિત સામાન્ય રીતે જયાં રહે છે તે અન્ય જિલ્લાના આવા અધિકારીને તરત જ આપશે.
Copyright©2023 - HelpLaw