
ફરારી માટે જાહેરનામું
(૧) કોઇ ન્યાયાલયને (પુરાવો લઇને કે લીધા વિના) એમ માનવાને કારણ હોય કે જેની ઉપર પોતે વોરંટ કાઢયું છે તે વ્યકિત વોરંટ ન બજાવી શકાય તે માટે ફરાર થયેલ છે અથવા સંતાતી ફરે છે તો તે ન્યાયાલય તે વ્યકિતને નિદિષ્ટ સ્થળે અને તે જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખથી ત્રીસ દિવસથી વહેલા નહી તેવા નિદિષ્ટ સમયે હાજર રહેવા ફરમાવતું લેખિત જાહેરનામું પ્રસિધ્ધ કરી શકશે.
(૨) તે જાહેરનામું નીચે મુજબ પ્રસિધ્ધ કરવાનું રહેશે.
(૧)(એ) તે વ્યકિત સામાન્ય રીતે જે શહેર અથવા ગામમાં રહેતી હોય તેના કોઇ જાણીતા સ્થળે તે જાહેરમાં વાંચી સંભળાવવું જોઇશે.
(બી) તે વ્યકિત સામાન્ય રીતે જે ઘર અથવા રહેઠાણમાં રહેતી હોય તેનો કોઇ સહેલાઇથી દેખાય તેવા ભાગ ઉપર અથવા તે શહેર કે ગામની સહેલાઇથી દેખાય તેવી કોઇ જગ્યાએ તેને ચોંટાડવું જોઇશે.
(સી) ન્યાયાલયના સહેલાઇથી દેખાય આવે તેવા સ્થળે તેની એક નકલ ચોંટાડવી જોઇશે.
(૨) તે વ્યકિત સામાન્ય રીતે રહેતી હોય તે સ્થળે ફેલાવો ધરાવતા દૈનિક વતૅમાનપત્રમાં જાહેરનામાની નકલ પ્રસિધ્ધ કરાવવાનો આદેશ પણ નયાયાલય પોતાને યોગ્ય લાગે તો આપી શકશે.
(૩) તે જાહેરનામું પેટા કલમ (૨) ના ખંડ (૧) માં નિર્દિષ્ટ કરેલી રીતે નિદિષ્ટ દિવસે વિધિસર પ્રસિધ્ધ થયુ હતુ તે મતલબનું જાહેરનામું કાઢનાર ન્યાયાલયનું લેખિત કથન આ કલમની આવશ્યકતાઓનું પાલન થયાનો અને તે જાહેરનામું તે દિવસે પ્રસિધ્ધ થયાનો નિણૅાયક પુરાવો રહેશે.
(૪) જયારે પેટા કલમ (૧) હેઠળ પ્રસિધ્ધ થયેલ ઉદઘોષણામાં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ અથવા જે તે સમયે અમલમાં હોય તેવા અનય કોઇ કાયદા હેઠળ દસ વષૅની કે તેથી વધુ કે આજીવન કેદ અથવા મોતની શિક્ષાને પાત્ર ગુનાના હેતુ માટે જે વ્યકિત ઉપર આરોપ મૂકવામાં આવેલ હોય અને જો આવી વ્યકિત જાહેરનામા દ્રારા નિદિષ્ટ કરાયેલ સ્થળે અને સમયે હાજર રહેવામાં નિષ્ફળ જાય ત્યારે ન્યાયાલય તેને યોગ્ય લાગે તેવી તપાસ કયૅગ પછી તેને ઘોષિત ગુનેગાર જાહેર કરી શકશે અને તે બાબતની જાહેરાત કરી શકશે.
(૫) પેટા કલમો (૨) અને (૩) ની જોગવાઇઓ પેટા કલમ (૧) હેઠળ જાહેર કરવામાં આવેલ જાહેરાતને લાગુ પડતી હોય તે રીતે પેટા કલમ (૪) હેઠળ ન્યાયાલય દ્રારા કરવામાં આવેલ જાહેરાતને લાગુ પડશે.
Copyright©2023 - HelpLaw