જપ્તી અંગે દાવા અને વાંધા - કલમ : 87

જપ્તી અંગે દાવા અને વાંધા

(૧) ઘોષિત સિવાયની કોઇ વ્યકિત કલમ-૮૫ હેઠળ જપ્તીમાં લીધેલી કોઇ મિલકત સબંધમાં દાવેદારને અથવા વાંધો ઉઠાવનારને તે મિલકતમાં હિત છે અને તે હિત કલમ-૮૫ હેઠળ જપ્તીને પાત્ર નથી એવા કારણસર જપ્તી કયૅવાની તારીખથી છ મહિનાની અંદર દાવો કરે કે વાંધો ઉઠાવે તો તે દાવા કે વાંધા અંગે તપાસ કરવી જોઇશે અને તે દાવો કે વાંધો પૂરેપૂરો કે અંશતઃ માન્ય કે અમાન્ય રાખી શકાશે. પરંતુ આ પેટા કલમથી ઠરાવેલી મુદતની અંદર કરેલો દાવો કે ઉઠાવેલો વાંધો દાવેદાર કે વાંધો ઉઠાવનાર મૃત્યુ પામે તો તેનો કાયેસરનો પ્રતિનિધિ ચાલુ રાખી શકશે.

(૨) પેટા કલમ (૧) હેઠળના દાવા કે વાંધા જે ન્યાયાલયે જપ્તીનો હુકમ કાઢયો હોય તે ન્યાયાલયમાં કરી કે ઉઠાવી શકાશે અથવા જો તે દાવો કે વાંધો કલમ-૮૫ ની પેટા કલમ (૨) અનુસાર શેરો કરેલા હુકમ હેઠળ જપ્તીમાં લીધેલી મિલકત સબંધમાં હોય તો તે જે જિલ્લામાં જપ્તી કરવામાં આવી હોય તે જિલ્લાના ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટના ન્યાયાલયમાં કરી કે ઉઠાવી શકાશે.

(૩) એવો દરેક દાવો કે વાંધો જે ન્યાયાલયમાં કરવામાં કે ઉઠાવવામાં આવ્યો હોય તે ન્યાયાલયે તેની તપાસ કરવી જોઇશે.

પરંતુ તે ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટના ન્યાયાલયમાં કરવામાં કે ઉઠાવવામાં આવ્યો હોય તો તેઓ પોતાની સતા નીચેના કોઇપણ મેજીસ્ટ્રેટને તેનો નિકાલ કરવા માટે સોંપી શકશે.

(૪) પેટા કલમ (૧) હેઠળના હુકમથી જેનો દાવો કે વાંધો પૂરેપૂરો કે અંશતઃ નામંજુર કરવામાં આવ્યો હોય તે વ્યકિત એવા હુકમની તારીખથી એક વષૅની અંદર તકરારી મિલકત ઉપર પોતાના જે હકનો દાવો હોય તે સ્થાપીત કરવા માટે દાવો માંડી શકશે પરંતુ તે હુકમ એવા દાવાના કોઇ હોય તો તેવા પરિણામને અધીન રહીને નિર્ણાયક રહેશે.