
સમન્સને બદલે કે તે ઉપરાંત વોરંટ કાઢવા બાબત
જયારે કોઇ વ્યકિતની હાજરી માટે સમન્સ કાઢવાની આ સંહિતાથી ન્યાયાલયને સતા હોય ત્યારે નીચેના સંજોગોમાં કારણોની લેખિત નોંધ કરીને તે વ્યકિતને પકડવા માટે તે વોરંટ કાઢી શકશે
(એ) સમન્સ કાઢતા પહેલા અથવા તે કાઢયા પછી પરંતુ તે વ્યકિતની હાજરી માટે નિયત થયેલા સમય પહેલા ન્યાયાલયને એમ માનવાને કારણ હોય કે તે ફરાર થયેલ છે અથવા સમન્સનું પાલન નહી કરે તો અથવા
(બી) તે નિયત સમયે હાજર ન થાય અને સમન્સ મુજબ તે હાજર થઇ શકે તેમ તે સમયસર બજાવવામાં આવ્યો હતો એવું સાબિત કરવામાં આવે અને હાજર નહીં થવાનું વાજબી કારણ ન બતાવવામાં આવે તો
Copyright©2023 - HelpLaw