હાજરી માટે મુચરકો અથવા જામીનખત લેવા બાબત - કલમ : 91

હાજરી માટે મુચરકો અથવા જામીનખત લેવા બાબત

જેની હાજરી માટે અથવા ધરપકડ માટે સમન્સ કે વોરંટ કાઢવાની કોઇ ન્યાયાલયના પ્રમુખ અધિકારીને સતા હોય તે વ્યકિત તે ન્યાયાલયમાં હાજર હોય ત્યારે તે અધિકારી તે વ્યકિતને તે ન્યાયાલયમાં અથવા જે ન્યાયાલયમાં તે કેસ કાયૅવાહી માટે મોકલવામાં આવે તે બીજા ન્યાયાલયમાં હાજર થવા માટે મુચરકો કે જામીનખત કરી આપવા ફરમાવી શકશે.