દસ્તાવેજ કે બીજી વસ્તુ રજૂ કરવાનો સમન્સ - કલમ : 94

દસ્તાવેજ કે બીજી વસ્તુ રજૂ કરવાનો સમન્સ

(૧) જયારે કોઇ ન્યાયાલયને અથવા કોઇ પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારીને એમ લાગે કે પોતે કરી રહ્યા હોય અથવા પોતાની સમક્ષ ચાલી રહી હોય એવી આ સંહિતા હેઠળની કોઇ પોલીસ તપાસ ઇન્કવાયરી ઇન્સાફી કાયૅવાહી કે અન્ય કાયૅવાહી માટે કોઇ દસ્તાવેજ ઇલેકટ્રોનિક સંદેશો વ્યવહાર ડિજિટલ પુરાવો સમાવિષ્ટ હોઇ શકે તેવા સંદેશા વ્યવહાર સાધનો અથવા બીજી વસ્તુ રજૂ થવી જરૂરી કે ઇચ્છનીય છે ત્યારે જેના કબજામાં કે સતામાં તેવો દસ્તાવેજ કે વસ્તુ હોવાનું માનવામાં આવતું હોય તે વ્યકિતને તેણે સમન્સ કે હુકમમાં જણાવેલા સમયે અને સ્થળે હાજર થઇને તે રજૂ કરવા અથવા તે રજૂ કરવાનું ફરમાવવા માટે તે ન્યાયાલય સમન્સ કાઢી શકશે અથવા તે અધિકારી ભૌતિક (ફિજિકલ) સ્વરૂપમાં કે ઇલેકટ્રોનિક સ્વરૂપમાં લેખિત હુકમ કરી શકશે.

(૨) આ કલમ હેઠળળ જેને કોઇ દસ્તાવેજ કે બીજી વસ્તુ ફકત રજૂ કરવાનું ફરમાવવામાં આવ્યું હોય તે વ્યકિત તે દસ્તાવેજ કે વસ્તુ રજૂ કરવા માટે જાતે હાજર થવાને બદલે તે રજૂ કરાવે તો તેણે તે હુકમનું પાલન કર્યું ગણાશે.

(૩) આ કલમનો કોઇ મજકૂર

(એ) ભારતીય સાક્ષ્ય અધિનિયમ ૨૦૨૩ ની કલમો ૧૨૯ અને ૧૩૦ ને અથવા બેન્કસૅ બુકસ એવિડન્સ એકટ ૧૮૯૧ (૧૮૯૧નો ૧૩મો) ને બાધ કરતો હોવાનું ગણાશે નહી અથવા

(બી) ટપાલ ખાતાના અધિકારીઓની કસ્ટડીમાંના કોઈ પત્ર પોસ્ટકાડૅ કે તાર કે બીજા દસ્તાવેજને અથવા કોઇ પાસૅલ કે વસ્તુને લાગુ પડતો હોવાનું ગણાશે નહી.