પત્રો અંગે કાયૅરીતિ - કલમ : 95

પત્રો અંગે કાયૅરીતિ

(૧) કોઇ જિલ્લા મેજિસ્ટ્રેટ ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ સેશન્સ ન્યાયાલય કે ઉચ્ચન્યાયાલયના અભિપ્રાય મુજબ ટપાલ ખાતાના અધીકારીઓના કબ્જામાંના કોઇ દસ્તાવેજ પાસૅલ કે વસ્તુ આ સંહિતા હેઠળની કોઇ પોલીસ તપાસ, તપાસ, ઇન્સાફી કે અન્ય કાયૅવાહી માટે જરૂરી હોય તો તે મેજિસ્ટ્રેટ કે ન્યાયાલય આદેશ આપે તે વ્યકિતને તેવો દસ્તાવેજ, પાસૅલ કે વસ્તુ સોંપી દેવા ટપાલ ખાતાના અધિકારીઓને તે મેજિસ્ટ્રેટ કે ન્યાયાલય ફરમાવી શકશે.

(૨) કોઇ બીજા એકિઝકયુટિવ કે જયુડિશિયલ મેજિસ્ટ્રેટ અથવા કોઇ પોલીસ કમિશ્નર કે જિલ્લા પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટના અભિપ્રાય મુજબ એવો કોઇ દસ્તાવેજ પાસૅલ કે વસ્તુ એવા હેતુ માટે જરૂરી હોય તો તેઓ ટપાલ ખાતાના અધિકારીઓને તે દસ્તાવેજ પાસૅલ કે વસ્તુની તલાશ કરાવી તેને પેટા કલમ (૧) હેઠળ જિલ્લા મેજીસ્ટ્રેટ ચીફી જયુડિશિયલ મેજીસ્ટ્રેટ કે ન્યાયાલયનો હુકમ થતાં સુધી અટકાવી રાખવા ફરમાવી શકશે.