ઝડતી વોરંટ કયારે કાઢી શકાય - કલમ : 96

ઝડતી વોરંટ કયારે કાઢી શકાય

(૧)(એ) કોઇ ન્યાયાલયને એમ માનવાને કારણ હોય કે કલમ-૯૪ હેઠળ જેને સમન્સ કે હુકમ કરવામાં આવ્યો છે કે કરવાનો છે અથવા કલમ-૯૫ની પેટા કલમ (૧) હેઠળ જેની પાસે માગણી કરી છે કે કરવાની છે તે વ્યકિત સમન્સ કે માંગણીમાં ફરમાવ્યા મુજબનો દસ્તાવેજ કે વસ્તુ રજૂ નહી કરે અથવા ન કરવાનો સંભવ છે અથવા

(બી) તે દસ્તાવેજ કે વસ્તુ કોઇ વ્યકિતના કબ્જામાં હોવાનું તે ન્યાયાલયના જાણવામાં ન હોય અથવા

(સી) ન્યાયાલયને એમ લાગે કે આ સંહિતા હેઠળની કોઇ તપાસ ઇન્સાફી કાયૅવાહી કે બીજી કોઇ કાયૅવાહીનો હેતુ સામાન્ય ઝડતી લેવાથી અથવા તપાસણી કરવાથી સરશે તો તે ન્યાયાલય ઝડતી વોરંટ કાઢી શકશે અને જેને વોરંટ બજાવવા આપ્યું હોય તે વ્યકિત તે વોરંટ અનુસાર અને આ સંહિતામાં હવે પછી કરેલી જોગવાઇઓ અનુસાર ઝડતી લઇ શકશે અથવા તપાસણી કરી શકશે.

(૨) ન્યાયાલય પોતાને યોગ્ય લાગે તો કોઇ ચોકકસ જગ્યાની કે ચોકકસ ભાગની જ ઝડતી લેવાનું કે તપાસણી કરવાનું વોરંટમાં દર્શાવી શકશે અને જેને તે વોરંટ બજાવવા સોપ્યું હોય તે વ્યકિત તે પ્રમાણે નિર્દિષ્ટ કરેલ જગ્યાની કે તેના ભાગની ઝડતી લઇ કે તપાસણી કરી શકશે.

(૩) આ કલમના કોઇ મજકૂરથી ટપાલ ખાતાના અધિકારીઓની કસ્ટડીમાંના કોઇ દસ્તાવેજ પાસૅલ કે બીજી વસ્તુ માટે ઝડતી લેવાનું વોરંટ આપવાનો જિલ્લા મેજીસ્ટ્રેટ કે ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ સિવાયના કોઇ મેજિસ્ટ્રેટને અધિકાર મળતો હોવાનું ગણાશે નહી. કલમ ૯૭ જયાં ચોરીનો માલ બનાવટી દસ્તાવેજ વગેરે હોવાનો શક જાય તે જગ્યાની ઝડતી

(૧) કોઇ જિલ્લા મેજિસ્ટ્રેટને પેટા વિભાગીય મેજિસ્ટ્રેટને કે પહેલા વગૅના મેજીસ્ટ્રેટને માહિતી ઉપરથી અને પોતાને જરૂરી જણાય તેવી તપાસ કયૅવા પછી એમ માનવાને કારણ હોય કે કોઇ જગ્યાનો ઉપયોગ ચોરીનો માલ રાખવા કે વેચવા માટે કરવામાં આવે છે અથવા જે વાંધા જનક વસ્તુને આ કલમ લાગુ પડતી હોય તેને રાખવા વેચવા કે બનાવવા માટે કરવામાં આવે છે અથવા કોઇ જગ્યામાં એવી વાંધાજનક વસ્તુ રાખવામાં આવે છે તો કોન્સ્ટેબલથી ઉપરના દરજજાના કોઇ પોલીસ અધિકારીને વોરંટથી તે નીચે મુજબ કરવાનો અધિકાર આપી શકશે.

(એ) જોઇતી સહાય મેળવીને તે જગ્યામાં પ્રવેશ કરવા

(બી) વોરંટમાં દશૅાવ્યા પ્રમાણે તે જગ્યાની ઝડતી લેવા

(સી) ત્યાંથી મળી આવેલ જે કોઇ માલ કે વસ્તુ ચોરીનો માલ અથવા જેને આ કલમ લાગુ પડતી હોય તે વાંધાજનક વસ્તુ હોવાનો પોતાને વ્યાજબી શક હોય તેનો

(ડી) તે મિલકત કે વસ્તુ કોઇ મેજીસ્ટ્રેટ સમક્ષ લઇ જવા અથવા ગુનેગારને મેજિસ્ટ્રેટ સમક્ષ લઇ જવામાં ન આવે ત્યાં સુધી તે જ જગ્યાએ તેને ચોકી પહેરામાં રાખવા અથવા બીજી રીતે તેને કોઇ સલામત જગ્યાએ રાખવાની વ્યવસ્થા કરવા

(ઇ) યથાપ્રસંગ ચોરીનો માલ અથવા જેને આ કલમ લાગુ પડતી હોય તે વાંધાજનક વસ્તુ હોવાનું જાણવા છતાં અથવા તેવી હોવાનો વ્યાજબી શક લાવવા કારણ હોવા છતા એવો માલ કે વસ્તુ રાખવામાં વેચવામાં કે બનાવવામાં સામેલ હોય તે જગ્યામાં મળી આવેલ દરેક વ્યકિતને કસ્ટડીમાં લેવા અને મેજીસ્ટ્રેટ સમક્ષ લઇ જવા

(૨) આ કલમ નીચેની વાંધાજનક વસતુઓને લાગુ પડશે.

(એ) બનાવટી સિકકા

(બી) કોઇનેજ એકટ ૨૦૧૧ (૨૦૧૧નો ૧૧મો) નુ ઉલંઘન કરીને બનાવેલા અથવા જકાત અધિનિયમ ૧૯૬૨ (૧૯૬૨નો પ૨મો) ની કલમ-૧૧ હેઠળ તે સમયે અમલમાં હોય એવા બહાર પાડેલા જાહેરનામાનું ઉલંઘન કરીને ભારતમાં લાવવામાં આવેલા ધાતુના ચકતા

(સી) બનાવટી ચલણી નોટો બનાવટી સ્ટેમ્પ

(ડી) બનાવટી દસ્તાવેજો

(ઇ) બનાવટી સીલ

(એફ) ભારતીય ન્યાયા સંહિતા ૨૦૨૩ની કલમ-૨૯૪માં ઉલ્લેખેલ અશ્ર્લીલ વસ્તુઓ

(જી) ખંડો (એ) થી (એફ) માં જણાવેલી કોઇ વસ્તુ બનાવવા માટે ઉપયોગમાં લીધેલ સાધનો કે સામગ્રી કલમ ૯૮ અમુક પ્રકાશનો જપ્ત થયેલાં જાહેર કરવાની અને તે માટે ઝડતી વોરંટ કાઢવાની સતા

(૧) રાજય સરકારને એમ જણાય કે ગમે ત્યાં છપાયેલ

(એ) કોઇ વતૅમાન પત્ર કે પુસ્તકમાં અથવા

(બી) કોઇ દસ્તાવેજમાં ભારતીય ન્યાય સહિતા ૨૦૨૩ ની કલમ-૧૫૨ અથવા કલમ-૧૯૬ અથવા કલમ-૧૯૭ અથવા કલમ-૨૯૪ અથવા કલમ-૨૯૫ અથવા ૨૯૯ હેઠળ જેનું પ્રકાશન શિક્ષાને પાત્ર હોય તેવી કોઇ બાબત સમાયેલ છે ત્યારે રાજય સરકાર પોતાના અભિપ્રાયના કારણો દર્શાવતા જાહેરનામાંથી એવી બાબતવાળા વર્તમાનપત્રના અંકની દરેક નકલ અને એવા પુસ્તક કે અન્ય દસ્તાવેજની દરેક નકલ સરકારે જપ્ત કરેલી હોવાનું જાહેર કરી શકશે અને તે ઉપરથી કોઇ પોલીસ અધિકારી ભારતમાં તે જયાં પણ મળી આવે ત્યાંથી તે કબ્જે કરી શકશે અને સબ-ઇન્સ્પેકટરથી ઉતરતા દરજજાના ન હોય તેવા કોઇ પોલીસ અધિકારીને એવા અંકની કે પુસ્તક કે અન્ય દસતાવેજની કોઇ નકલ હોય અથવા હોવાનો વ્યાજબી શક હોય તે જગ્યામાં પ્રવેશવા અને તે માટે ઝડતી લેવાકોઇ મેજિસ્ટ્રેટ વોરંટથી અધિકારી આપી શકશે.

(૨) આ કલમમાં અને કલમ-૯૯ માં

(એ) વતૅમાન પત્ર અને પુસ્તક ના પ્રેસ અને પુસ્તક રજીસ્ટ્રેશન અધિનિયમ ૧૯૬૭ (૧૮૬૭નો ૨૫મો) માં જે અથૌ આપ્યા છે તે જ અથૅ થાય છે.

(બી) દસ્તાવેજ માં કોઇ ચિત્ર રેખાંકન કે ફોટોગ્રાફ અથવા બીજા કોઇ શકય તેવા પ્રતિરૂપનો સમાવેશ થાય છે.

(૩) આ કલમ હેઠળ કરેલા કોઇ હુકમ અથવા લીધેલા પગલા સામે કલમ-૯૯ની જોગવાઇઓ અનુસાર હોય તે સિવાય કોઇ ન્યાયાલયમાં વાંધો લઇ શકાશે નહી.