
જયાં ચોરીનો માલ બનાવટી દસ્તાવેજ વગેરે હોવાનો શક જાય તે જગ્યાની ઝડતી
(૧) કોઇ જિલ્લા મેજિસ્ટ્રેટને પેટા વિભાગીય મેજિસ્ટ્રેટને કે પહેલા વગૅના મેજીસ્ટ્રેટને માહિતી ઉપરથી અને પોતાને જરૂરી જણાય તેવી તપાસ કયૅા પછી એમ માનવાને કારણ હોય કે કોઇ જગ્યાનો ઉપયોગ ચોરીનો માલ રાખવા કે વેચવા માટે કરવામાં આવે છે અથવા જે વાંધા જનક વસ્તુને આ કલમ લાગુ પડતી હોય તેને રાખવા વેચવા કે બનાવવા માટે કરવામાં આવે છે અથવા કોઇ જગ્યામાં એવી વાંધાજનક વસ્તુ રાખવામાં આવે છે તો કોન્સ્ટેબલથી ઉપરના દરજજાના કોઈ પોલીસ અધિકારીને વોરંટથી તે નીચે મુજબ કરવાનો અધિકાર આપી શકશે
Copyright©2023 - HelpLaw