
અમુક પ્રકાશનો જપ્ત થયેલાં જાહેર કરવાની અને તે માટે ઝડતી વોરંટ કાઢવાની સતા
(૧) રાજય સરકારને એમ જણાય કે ગમે ત્યાં છપાયેલ
(એ) કોઇ વતૅમાન પત્ર કે પુસ્તકમાં અથવા
(બી) કોઇ દસ્તાવેજમાં ભારતીય ન્યાય સહિતા ૨૦૨૩ ની કલમ-૧૫૨ અથવા કલમ-૧૯૬ અથવા કલમ-૧૯૭ અથવા કલમ-૨૯૪ અથવા કલમ-૨૯૫ અથવા ૨૯૯ હેઠળ જેનું પ્રકાશન શિક્ષાને પાત્ર હોય તેવી કોઇ બાબત સમાયેલ છે ત્યારે રાજય સરકાર પોતાના અભિપ્રાયના કારણો દર્શાવતા જાહેરનામાંથી એવી બાબતવાળા વતૅમાનપત્રના અંકની દરેક નકલ અને એવા પુસ્તક કે અન્ય દસ્તાવેજની દરેક નકલ સરકારે જપ્ત કરેલી હોવાનું જાહેર કરી શકશે અને તે ઉપરથી કોઇ પોલીસ અધિકારી ભારતમાં તે જયાં પણ મળી આવે ત્યાંથી તે કબ્જે કરી શકશે અને સબ-ઇન્સ્પેકટરથી ઉતરતા દરજજાના ન હોય તેવા કોઇ પોલીસ અધિકારીને એવા અંકની કે પુસ્તક કે અન્ય દસતાવેજની કોઇ નકલ હોય અથવા હોવાનો વ્યાજબી શક હોય તે જગ્યામાં પ્રવેશવા અને તે માટે ઝડતી લેવા કોઇ મેજિસ્ટ્રેટ વોરંટથી અધિકારી આપી શકશે.
(૨) આ કલમમાં અને કલમ-૯૯ માં
(એ) વતૅમાન પત્ર અને પુસ્તક ના પ્રેસ અને પુસ્તક રજીસ્ટ્રેશન અધિનિયમ ૧૯૬૭ (૧૮૬૭નો ૨૫મો) માં જે અથૌ આપ્યા છે તે જ અથૅ થાય છે.
(બી) દસ્તાવેજ માં કોઇ ચિત્ર રેખાંકન કે ફોટોગ્રાફ અથવા બીજા કોઇ શકય તેવા પ્રતિરૂપનો સમાવેશ થાય છે.
(૩) આ કલમ હેઠળ કરેલા કોઇ હુકમ અથવા લીધેલા પગલા સામે કલમ-૯૯ની જોગવાઇઓ અનુસાર હોય તે સિવાય કોઇ ન્યાયાલયમાં વાંધો લઇ શકાશે નહી.
Copyright©2023 - HelpLaw